1. Home
  2. ગુજરાતી
  3. અહીં માતાજીનેેં ચઢાવાઈ છે નુડલ્સ અને મન્ચુરિયનનો પ્રસાદ, જાણો આ મંદિર ક્યાં આવેલું છે
અહીં માતાજીનેેં ચઢાવાઈ છે નુડલ્સ અને મન્ચુરિયનનો પ્રસાદ, જાણો આ મંદિર ક્યાં આવેલું છે

અહીં માતાજીનેેં ચઢાવાઈ છે નુડલ્સ અને મન્ચુરિયનનો પ્રસાદ, જાણો આ મંદિર ક્યાં આવેલું છે

0
Social Share
  • પશ્વિમબંગાળમાં અનોખું કાળકા માતાનું મંદિર
  • માતાજીને પ્રસાદમાં ચઢાવાઈ છે મન્યુરિયન  અને નુડલ્સ

નવરાત્રીનો તહેવાર આવી રહ્યો છે ત્યારે આજે એક એવા મંદિરની વાત કરીશું જે જાણીને તમને ચોક્કસ નવાઈ લાગશે, કાળકા માતાનું આ મંદિર પશ્વિમ બંગાળમાં આવેલું છે કે જ્યા પ્રાસદના રુપે ચાઈનિઝ વાનગી ચઢાવવામાં આવે છે.

અહી  ભગવાનને નૂડલ્સ અને ચૌમીન અર્પણ કરવાની પરંપરા છે. આ મંદિરમાં દર્શન કરવા આવતા ભક્તોને પ્રસાદ તરીકે ચાઈનીઝ ફૂડ આપવામાં આવે છે. ‘ચીની કાલી માતા’ના મંદિર તરીકે જાણીતું આ અનોખું મંદિર પશ્ચિમ બંગાળના ટેંગરામાં આવેલું છે.

નવરાત્રી દરમિયાન આ મંદિરમાં ભક્તોની ભારે ભીડ જામે છે. હિંદુ ભક્તો તેમજ ચીની અને બૌદ્ધ ધર્મ સાથે જોડાયેલા લોકો પણ અહીં માતાના દર્શન કરવા આવે છે. કાલી માતાને સમર્પિત આ મંદિર પોતાની અનોખી પરંપરાને કારણે વિશ્વભરમાં પ્રખ્યાત છે.

કેવી રીતે બન્યું આ મંદિર જાણો

આ મંદિરનું નિર્માણ ચીનના લોકોએ કરાવ્યું હતું. કહેવાય છે કે એક સમયે આ સ્થાન પર એક વૃક્ષ હતું, જેની નીચે કેટલાક કાળા પથ્થરો રાખવામાં આવ્યા હતા. આ પથ્થરોને મા કાલીના પ્રતીક તરીકે પૂજવામાં આવતા હતા. તે થોડા અંતરે કેટલાક ચીની લોકોનું રહેઠાણ પણ હતું. એકવાર એક ચીની છોકરો બીમાર પડ્યો. છોકરાના બચવાની કોઈ આશા ન હતી. જો કે માનતા બાદ તે છોકરો સાજો થયો અને આ ઝાડની જગ્યાએ માતા કાલીનું મંદિર બનાવ્યું.

ત્યારથી ચીનના લોકો અહીં દર્શન કરવા આવવા લાગ્યા. મંદિરના પૂજારીઓ પણ ચાઈનીઝ છે અને ભક્તોને પ્રસાદ તરીકે મંચુરિયન, ફ્રાઈડ રાઇસ, ચૌમીન સહિત વિવિધ પ્રકારના ચાઈનીઝ ફૂડ આપવામાં આવે છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code