
દિલ્હીઃ ઉત્તરપ્રદેશના મેરઠમાં બંગલા નંબર 235 ઉપર પોલીસે દરોડો પાડ્યો હતો. બંગલાની અંદરનું રહસ્યુ જોઈને પોલીસ અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યાં હતા. અંદર 16-16 ટાયરની ટ્રકો પણ ઘૂસતી હતી. મેરઠનો બંગલો નંબર 235 આ દિવસોમાં ખૂબ જ ચર્ચાનો વિષય બન્યો છે. આ બંગલો ચોર બજાર તરીકે ઓળકાતા સોતીગંજના કુખ્યાત ભંગારના વેપારી હાજી નઈમ ઉર્ફે ગલ્લાનો હોવાનું જાણવા મળે છે.
ASP સૂરજ રાયે લગભગ 15 કરોડના આ બંગલાના રહસ્યનો ખુલાસો કર્યો ત્યારે ચોંકાવનારું સત્ય સામે આવ્યું હતું.. એએસપી સૂરજ રાયે જણાવ્યું કે આ બંગલો 15 વર્ષથી હાજી નઈમ ઉર્ફે ગલ્લાના નામે નોંધાયેલો છે. આજે ભારે પોલીસ બંદોબસ્તની હાજરીમાં આ બંગલાની અંદર તપાસ કરવામાં આવી હતી.
બંગલાના એક ભાગમાં ચોરીના વાહનોનું કાપવામાં આવતા હતા. બંગલાના દરવાજાને એવી રીતે ડિઝાઇન કરવામાં આવ્યા હતા કે ટ્રક અને સોળ વ્હીલવાળુ વાહન પણ સરળતાથી અંદર પ્રવેશી શકતો હતો. જો કે, આ ગેટની અંદર પ્રવેશવા માટે પોલીસને ભારે જહેમત ઉઠાવવી પડી હતી. ગેટમાં પ્રવેશતા જ પોલીસ પણ ચારેબાજુ માત્ર અને માત્ર વાહનોના પાર્ટસ જોઈને સ્તબ્ધ થઈ ગઈ હતી. તેમજ કોઈ જંગલમાં પ્રવેશ્યા હોવાનું પોલીસ માની રહી હતી. અંદર પડેલા પાર્ટસને જોઈને પણ કોઈ પણ કંહી શકે છે કે અંદર શું ચાલતું હતું. પોલીસની કામગીરીથી બંગલાની આસપાસ રહેનારાઓમાં ખુશી ફેલાઈ છે. બંગલા પાસે રહેતી એક મહિલાએ જણાવ્યું કે દિવસ-રાત વાહનોની અવરજવર રહેતી નથી.
ઉચ્ચ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, ગુનાહિત પ્રવૃતિના આધારે આ બંગલાને ખરીદવામાં આવ્યો હતો. આજે આ સંપતિને જપ્ત કરવામાં આવી છે. આ બંગલો હાજી નઈમના નામે નોંધાયેલો હતો. ગેંગસ્ટર એક્ટ હેઠળ વિવિધ પોલીસ સ્ટેશન હેઠળ હાજી ગલ્લા સામે 35 જેટલા ગુના નોંધાયેલા છે.