1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. રાજકોટમાં તા. 24મી ફેબ્રુઆરીએ મેગા MSME કોન્ક્લેવનું આયોજન
રાજકોટમાં તા. 24મી ફેબ્રુઆરીએ મેગા MSME કોન્ક્લેવનું આયોજન

રાજકોટમાં તા. 24મી ફેબ્રુઆરીએ મેગા MSME કોન્ક્લેવનું આયોજન

0
Social Share

અમદાવાદઃ રાજકોટમાં 24મી ફેબ્રુઆરીના ના રોજ સવારે 10.00 કલાકે “મેગા MSME કોન્ક્લેવ”આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજન કમિશનર MSME, ગુજરાત સરકાર જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, NSIC, KVIC, SIDBI વગેરેના સહયોગથી કરવામાં આવી રહ્યું છે. કાર્યક્રમનું ઉદઘાટન કેન્દ્રીય મંત્રી ભાનુ પ્રતાપસિંહ વર્મા કરશે. આ કાર્યક્રમમાં સાંસદ  રામભાઈ હરજીભાઈ મોકરીયા, મોહનભાઈ કલ્યાણજી કુંડારીયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે.

આ કાર્યક્રમમાં, ભારતીય નૌકાદળ, ભારતીય વાયુસેના, નેશનલ એરોનોટિકલ લેબોરેટરી, ISRO એરોસ્પેસ અને સંરક્ષણ ક્ષેત્રે MSMEની સુવર્ણ વ્યવસાય તકની ચર્ચા કરવા માટે MSMEs પાસેથી ખરીદી શકાય તેવા ઉત્પાદનો અને સેવાઓ પર તેમનું વ્યાખ્યાન આપશે. અને આ તમામ સંસ્થાઓના અધિકારીઓ પણ દિવસભર વન ટુ વન ચર્ચા માટે હાજર રહેશે. આ સાથે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ અને પહેલોની ચર્ચા કરવામાં આવશે અને આ ‘મેગા MSME કોન્ક્લેવ’ માં ભારત સરકારના જેમ (GeM) પ્લેટફોર્મ, ટ્રેડ (TReD) પ્લેટફોર્મ, SME એક્સચેન્જ, આત્મનિર્ભર ભારત કોશ વગેરેના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહેશે અને તેમના પ્રવચનો રજૂ કરશે.

આ કાર્યક્રમમાં SAC-ISROના ડિરેક્ટર નિલેશ દેસાઈ, MSME કમિશનર સંદીપ કુમાર ઉપરાંત ભારત સરકારના સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રાલયના સંયુક્ત સચિવ સ્તરના અધિકારીઓ પણ ભાગ લેશે. આ સાથે MSME સેક્ટર માટે ભારત સરકાર દ્વારા કરવામાં આવી રહેલા કામો અને નવી પહેલો અંગે ચર્ચા કરવામાં આવશે. રાજકોટ અને સૌરાષ્ટ્ર વિસ્તારના તમામ ઔદ્યોગિક સંગઠનો અને ચેમ્બરો આ કાર્યક્રમના આયોજનમાં સક્રિયપણે સહકાર આપી રહ્યા છે. આ કાર્યક્રમ MSME ઉદ્યોગસાહસિકોના વિકાસ માટેની શક્યતાઓ અને તકો શોધવા અને તેનો લાભ લેવા માટે ફાયદાકારક રહેશે.

tags:

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code