Site icon Revoi.in

રાષ્ટ્રમંડળ વેઈટલિફ્ટિંગ ચેમ્પિયનશિપમાં મીરાબાઈ ચાનુએ સુવર્ણ ચંદ્રક જીત્યો

Social Share

ગાંધીનગરઃ ટોક્યો ઓલિમ્પિકમાં રજત ચંદ્રક વિજેતા ખેલાડી મીરાબાઈ ચાનુએ અમદાવાદમાં કોમનવેલ્થ વેઈટલિફ્ટિંગ ચેમ્પિયનશિપમાં કુલ 193કિલો વજન શ્રેણીમાં સુવર્ણ ચંદ્રક જીતી લીધો છે. વરિષ્ઠ મહિલા – 48 કિલોગ્રામ કેટેગરીમાં મીરાબાઈ ચાનુએ 3 નવા કોમનવેલ્થ રેકોર્ડ્સ સર્જ્યા છે.

આ ચેમ્પિયનશિપમાં દેશનાં ખેલાડીઓએ વિક્રમ સર્જક પ્રદર્શન કર્યું છે. સ્પર્ધાના પહેલે દિવસે – 44 કિલોગ્રામ કેટેગરીમાં પ્રીતિ સ્મિતા ભોઈએ 150 કિલોગ્રામ વજન ઉચંકીને 2 નવા કોમનવેલ્થ રેકોર્ડ્સ કર્યા છે.

જ્યારે છોકરાઓની-56 કિલોગ્રામ કેટેગરીમાં ધર્મજ્યોતિએ કુલ: 224 કિલોગ્રામ વજન ઉંચકીને-2 નવા કોમનવેલ્થ રેકોર્ડ્સ પ્રસ્થાપિત કર્યા છે. 48કિલોગ્રામ કેટેગરીની યુવા છોકરીઓની સ્પર્ધામાં પાયલે કુલ- 166કિલોગ્રામ વજન સાથે નવા રેકોર્ડ સર્જ્યો છે. જ્યારે જુનિયર મહિલા-48કિલોગ્રામ કેટેગરીમાં સૌમ્યા દલવીએ કુલ- 177 કિલોગ્રામ વજન સાથે-2 નવા કોમનવેલ્થ રેકોર્ડ્સ બનાવ્યાં છે.