Site icon Revoi.in

જૂનાગઢના ભારતી આશ્રમના ગુમ થયેલા મહાદેવભારતી જંગલમાંથી મળ્યા

Social Share

જૂનાગઢઃ ભારતી આશ્રમના મહામંડલેશ્વર મહાદેવ ભારતી બાપુના ગુમ થવાના મામલાએ રાજ્યભરમાં ચકચાર જગાવી હતી. બાપુએ લખેલી સુસાઇડ નોટ મળ્યા બાદ જૂનાગઢ પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા મહાદેવભારતી બાપુને સહીસલામત શોધવા માટે ગીરનારના જંગલમાં એક વિશાળ સર્ચ ઑપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં પોલીસના જવાનો, વન વિભાગના કર્મચારીઓ તેમજ સ્વયંમ સેવકો સહિત 300 લોકો જોડાયા હતા. ગુમ થયાના 80 કલાક બાદ ભારતી આશ્રમના મહામંડલેશ્વર મહાદેવ ભારતી બાપુને ગીરના જંગલમાં ઇટવા ઘોડી વિસ્તારમાંથી શોધી કઢાયા છે. ​મહાદેવ ભારતી બાપુની અસ્વસ્થ તબીયત જોતા તેમને સારવાર માટે જૂનાગઢ સિવિલ હોસ્પિટલ લઈ જવાયા છે.

જૂનાગઢના ભારતી આશ્રમના મહામંડલેશ્વર મહાદેવ ભારતી બાપુના ગુમ થવાના મામલાએ રાજ્યભરમાં ચકચાર જગાવી હતી. બાપુએ લખેલી સુસાઇડ નોટ મળ્યા બાદ જૂનાગઢ પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા તેમને સહીસલામત શોધવા માટે ગીરનારના જંગલમાં એક વિશાળ સર્ચ ઑપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ ઑપરેશનમાં પોલીસની 8 ટીમો તહેનાત કરવામાં આવી હતી. તેમાં કુલ 300થી વધુ કર્મચારીઓ જોડાયા હતા, જેમાં 240થી વધારે પોલીસ સ્ટાફ, 40થી વધુ SDRFના જવાનો અને 30થી વધુ વન કર્મચારીઓ હતા. જટાશંકર મંદિરના વિસ્તાર પાસેથી આ સર્ચ ઑપરેશન શરૂ કરવામાં આવ્યું હતું અને તમામ ટીમોને સંકલન જાળવવા માટે વોકીટોકી આપવામાં આવ્યા હતા. જંગલ વિસ્તારમાં જટાશંકર મંદિર, વેલનાથ સમાધિ વિસ્તાર, માજનનું પરાગ, નખલી કેડી ,ઓરિયો કૂવા વાળો વિસ્તાર, જાંબુડા તળાવ વિસ્તારમાં શોધખોળ કરવામાં આવી હતી. દરમિયાન જંગલમાં ઇટવા ઘોડી વિસ્તારમાંથી મહાદેવ ભારતી બાપુને શોધી કઢાયા હતા.

મહાદેવ ભારતી બાપુએ ગુમ થતા પહેલા લખેલી સુસાઇડ નોટમાં જણાવ્યું હતું કે, તેઓ ગિરનારના સાનિધ્યમાં પોતાનું જીવન પૂર્ણ કરવા જઈ રહ્યા છે, જેને પગલે ભવનાથ પોલીસ સ્ટેશન દ્વારા તાત્કાલિક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. પોલીસ અને વન વિભાગ દ્વારા દ્વારા બાપુને શોધવા માટે એક મોટું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. પોલીસની તમામ ટીમોને જંગલના જુદા જુદા વિસ્તારોમાં વહેંચી દેવામાં આવી હતી.