
દિલ્હીમાં મંકીપોક્સનો વધતો કહેર – 31 વર્ષિય મહિલા સંક્રમિત ,સમગ્ર દેશમાં મહિલા સંક્રમિત હોવાનો પ્રથમ કેસ
દિલ્હીમાં વધુ એક મંકીપોક્સનો કેસ નોંધાયો
- 31 વર્ષિય મહિલામાં મંકીપોક્સ વાયરસની પૃષ્ટી
દિલ્હીઃ- દેશભરમાં મંકીપોક્સને લઈને ચિંતા વધી છે, ખાસ કરીને જો રાજધાની દિલ્હીની વાત કરીએ તો દિલ્હીમાં મંકીપોક્સનો કહેર વધતો જોવા મળી રહ્યો ત્યારે વિતેલી રાતે ફરી એક 31 વર્ષિય મહિલામાં મંકીપોક્સ વાયરસની પૃષ્ટિ થઈ છે.
પ્રાપ્ત વિગતો પ્રમાણે દિલ્હીમાં નોંધાયેલા આ નવા કેસ સહીત સંક્રમિત લોકોની કુલ સંખ્યા ચાર થઈ ચૂકી છે જ્યારે ભારતમાં આ કેસની કપુલ સંખ્યા 9 પર પહોંચી છે.
જાણકારી પ્રમાણે દિલ્હીમાં નોંધાયેલો આ ચોથો કેસ જે છે તે 31 વર્ષીય નાઈજીરિયન મહિલા હોવાનું જાણવા મળ્યું છે. આ સાથે જ દેશમાં મંકીપોક્સ વાયરસથી સંક્રમિત આ પ્રથમ મહિલા છે.
કહેવામાં આવી રહ્યું છે કે આ મહિલાને તાવ અને શરીર પર ફોલ્લીઓ જોવા મળી છે અને તેને લોકનાયક જયપ્રકાશ હોસ્પિટલમાં તાત્કાલિક દાખલ કરવામાં આવી છે. આ મહિલા શંકાસ્પદ લાગતા તેનું સેમ્પલ પરિક્ષણ માટે મોકલવામાં આવ્યું હતું, જેનું પરિણામ વિતેલા દિવસને બુધવારેની સાંજે ‘પોઝિટિવ’ આવ્યું છે.
અધિકારીઓ દ્રારા આ કન્ફર્મ કેસની પૃષ્ટિ કરવામાં આવી છે.ઉલ્લેખીનય છે કે મંકીપોક્સના વધતા કહેરને લઈને કેન્દ્ર પણ સતર્ક બન્યું છે.આ વાયરસની સમિક્ષા અને તેને પહોંચી વળવા માટે નેશનલ ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી છે