Site icon Revoi.in

ગુજરાતમાં ચોમાસુ 16 આની રહેશે, 50 આગાહીકારોએ કરી ભવિષ્યવાણી

Social Share

અમદાવાદઃ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે તાજેતરમાં 31માં વર્ષા વિજ્ઞાન પરિસંવાદ યોજાયો હતો. જેમાં હવામાન વિભાગના આગાહીકારો એકત્ર થયા હતા. રાજ્યમાં આ વર્ષે કેટલો વરસાદ પડશે. તે અંગે ભડલી વાક્ય, પશુ-પક્ષીઓના અવાજ અને આકાશમાં વાદળોની રચના જેવા અવલોકનોના આધારે આગાહી કરવામાં આવી હતી. મોટા ભાગના આગાહીકારોનું કહેવું છે કે આ વર્ષે ચોમાસું ઉત્તમ રહેશે, 100 ટકાથી વધુ વરસાદ પડશે અને ખેડૂતોને મોટો ફાયદો થશે. 50 થી વધુ આગાહીકારોના મતે, આ વર્ષ 16 આની જેવું રહેશે અને 100 ટકાથી વધુ વરસાદ પડશે.

જુનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે 31મા વર્ષા વિજ્ઞાન પરિસંવાદમાં રાજ્યભરમાંથી 50થી વધુ આગાહીકારો એકઠા થયા હતા. દરેક આગાહીકારની આગાહી કરવાની શૈલી અલગ અલગ હોય છે. જેમાં ભડલી વાક્ય, પશુ-પક્ષીઓના અવાજ અને આકાશમાં વાદળોની રચના જેવા અવલોકનોના આધારે આગાહી કરવામાં આવી. મોટા ભાગના આગાહીકારોનું કહેવું છે કે આ વર્ષે ચોમાસું ઉત્તમ રહેશે, 100 ટકાથી વધુ વરસાદ પડશે અને ખેડૂતોને મોટો ફાયદો થશે. આ વર્ષે 16 આની જેવો વરસાદ થશે તેવી આગાહી છે.

જુનાગઢ કૃષિ યુનિવર્સિટીના કુલપતિ વીપી ચોવટીયાએ જણાવ્યું હતુ કે, આ આગાહીકારોના કથન મુજબ, જૂનના પ્રથમ સપ્તાહમાં વરસાદ શરૂ થશે, જેનાથી ખેડૂતો વાવણી કરી શકશે. જુલાઈના અંત સુધી વાવણી માટે પૂરતો વરસાદ થશે. આ વર્ષે ચોમાસું લાંબું ચાલશે અને બે વાવાઝોડાની સંભાવના છે. ઓગસ્ટ અને સપ્ટેમ્બરના અંત સુધી વાવાઝોડું આવી શકે છે. ચોમાસું ઓક્ટોબરના અંતિમ સપ્તાહ બાદ વિદાય લેશે.  આગાહીકાર ભીમભાઈ ઓડેદરાએ જણાવ્યું કે, ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં જૂનના પ્રથમ સપ્તાહથી ધોધમાર વરસાદ થશે. બંગાળ, ઓડિશા, આંધ્રપ્રદેશ, કેરળ, તમિલનાડુ, કર્ણાટક, મહાર મહારાષ્ટ્ર અને ગોવામાં એલર્ટ રહેશે. 8થી 10 જુલાઈ દરમિયાન વાવાઝોડાની શક્યતા છે.  આમ, રાજ્યભરના આગાહીકારોએ કરેલી આ આગાહીઓ ખેડૂતો માટે ફાયદાકારક રહેશે. આગાહીકારોએ કપાસ, મગફળી અને સોયાબીન જેવા પાકો માટે પણ માર્ગદર્શન આપ્યું છે. આમ, જુનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે વર્ષા વિજ્ઞાન મંડળની આગાહીઓ પરથી લાગે છે કે આ વર્ષ ખેડૂતો માટે ખૂબ જ સારું રહેશે.