નવી દિલ્હીઃ સંસદનું ચોમાસુ સત્ર આગામી 21 જુલાઈથી શરૂ થવા જઈ રહ્યું છે. કેન્દ્રીય મંત્રી કિરણ રીજીજુએ X પર આ માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સરકારના આ પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે, અને સત્ર 21 ઓગસ્ટ સુધી ચાલશે.
રીજીજુએ સ્પષ્ટતા કરી હતી કે સ્વતંત્રતા દિવસના કારણે 13 અને 14 ઓગસ્ટે સંસદની કાર્યવાહી યોજાશે નહીં. આ સત્ર દરમિયાન કેટલાક મહત્વપૂર્ણ ખરડાઓ (બિલ) પર ચર્ચા હાથ ધરવામાં આવશે.
લોકસભાનું ચોમાસુ સત્ર અમદાવાદમાં પ્લેન ક્રેશ સહિતના મુદ્દે તોફાની રહેવાની શકયતાઓ વ્યક્ત થઈ રહી છે. આ ઉપરાંત વિપક્ષ દ્વારા સરકારને પાકિસ્તાન સાથેના સીઝ ફાયર સહિતના મુદ્દે ઘેરવાનો પ્રયાસ કરાય તેવી શક્યતા છે.