Site icon Revoi.in

અમદાવાદમાં બીઆરટીએસ બસ શેલ્ટરની સફાઈનો માસિક ખર્ચ રૂપિયા 36.6 લાખએ પહોંચ્યો

Social Share

અમદાવાદ, 22 માર્ચ 2026BRTS bus shelter cleaning cost increases શહેરમાં એએમટીએસની જેમ ખોટમાં ચાલતી બીઆરટીએસ પણ ધોળા હાથી સમાન સાબિત થઈ છે. વર્ષ 2011-12માં જ્યાં બીઆરટીએસના બસ શેલ્ટરની સફાઈ માટે રૂ. 3.29 લાખ માસિક ખર્ચ થતો હતો. જે ખર્ચ વધીને 2024-25માં રૂ. 35.6 લાખે પહોંચ્યો છે. એટલે કે 10 ગણો વધારો થયો છે. આમ બીએસઆરટીએસ બસસ્ટેન્ડની સફાઈનો ખર્ચ દરવર્ષે ઉત્તરોત્તર વધતો જાય છે.

એમદાવાદ મ્યુનિ.કોર્પોરેશન સંચાલિત બીઆરટીએસ બસ સ્ટેન્ડની સફાઈનો ખર્ચ હવે લાખોમાં થઈ રહ્યો છે. બીઆરટીએસના 141 કરતાં વધારે બસ સ્ટેન્ડ ઉપલબ્ધ છે ત્યારે આ બસ સ્ટેન્ડની સફાઈનો ખર્ચમાં સતત વધારો થયો છે. વર્ષ 2011-12માં આ બસ શેલ્ટરની સફાઈ પાછળ વર્ષે 39.55 લાખ ખર્ચ થયો હતો ત્યાં 2024-25માં 2.74 કરોડનો ખર્ચ થયો છે. જ્યારે 2025-26ના ડિસેમ્બર સુધીમાં રૂ. 2.83 કરોડ ખર્ચાઈ ચૂક્યા છે. બીઆરટીએસને પ્રતિ વર્ષ મ્યુનિ. દ્વારા 40 કરોડથી વધુની રકમ ફાળવવામાં આવે છે. જ્યારે મહિને 5 કરોડથી વધુનું નુકસાન પણ બીઆરટીએસના સંચાલનમાં થયું છે. જ્યારે બસ સ્ટેન્ડની સફાઈ માટે આટલી મોટી રકમ ખર્ચવા છતાં બીઆરટીએસ શેલ્ટરની યોગ્ય સફાઈ થતી નથી. એવી ફરિયાદો પણ ઉઠી છે.

Exit mobile version