
- કોરોનાથી બચવા માટે એકમાત્ર ઉપાય વેક્સિન
- લાખોની સંખ્યામાં આપવામાં આવી રહી છે રસી
- દેશમાં 138.89 કરોડથી વધુ ડોઝ લાગુ કરાયા
દિલ્હી:કોરોનાથી બચવા માટે એકમાત્ર ઉપાય કોરોના વેક્સિન છે ત્યારે સરકાર દ્વારા યુદ્ધના ધોરણે વેક્સિનેશનની કામગીરી ચાલી રહી છે.અને લાખોની સંખ્યામાં વેક્સિન આપવામાં આવી રહી છે.ત્યારે દર વખતની જેમ ફરીવાર દૈનિક રસીકરણનો આંકડો જાહેર કરવામાં આવ્યો હતો.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે,દેશમાં આપવામાં આવી રહેલી કોવિડ-19 વિરોધી રસીની કુલ માત્રા મંગળવારે 138.89 કરોડ (138,89,29,333) ને વટાવી ગઈ છે. સાંજે 7 વાગ્યા સુધી રસીના 51,30,949 ડોઝ આપવામાં આવ્યા છે. મંત્રાલયે જણાવ્યું હતું કે,મોડી રાત સુધીમાં દિવસ માટે અંતિમ અહેવાલના સંકલન સાથે દૈનિક રસીકરણની સંખ્યામાં વધારો થવાની ધારણા છે.
દેશવ્યાપી કોવિડ-19 રસીકરણ અભિયાન 16 જાન્યુઆરીએ શરૂ કરવામાં આવ્યું હતું, જેમાં પ્રથમ તબક્કામાં આરોગ્ય કર્મચારીઓને રસી આપવામાં આવી હતી. ફ્રન્ટલાઈન કર્મચારીઓનું રસીકરણ 2 ફેબ્રુઆરીથી શરૂ થયું હતું.રસીકરણનો આગળનો તબક્કો 1 માર્ચથી 60 વર્ષથી વધુ વયના અને 45 વર્ષથી વધુ વયના અને અન્ય રોગોવાળા લોકો માટે શરૂ થયો હતો.
દેશમાં 1 એપ્રિલથી 45 વર્ષથી વધુ ઉંમરના તમામ લોકો માટે રસીકરણ શરૂ કરવામાં આવ્યું હતું. સરકારે 1 મેથી 18 વર્ષથી વધુ ઉંમરના તમામ લોકોને રસીકરણ કરવાની મંજૂરી આપીને રસીકરણ અભિયાનનો વિસ્તાર કર્યો હતો.
દેશમાં કોરોના વાયરસના કેસની વાત કરીએ તો મંગળવારે 5,326 નવા કેસ સામે આવ્યા હતા, જે 581 દિવસમાં સંક્રમણની સૌથી ઓછી સંખ્યા છે અને આ સાથે સંક્રમણના કુલ કેસોની સંખ્યા 3,47,52,164 પર પહોંચી ગઈ છે. તો, સારવાર હેઠળના દર્દીઓની સંખ્યા ઘટીને 79,097 થઈ ગઈ છે, જે 574 દિવસમાં સૌથી ઓછી છે. સવારે 8 વાગ્યે જારી કરાયેલા આંકડા અનુસાર, વધુ 453 દર્દીઓએ જીવ ગુમાવ્યા સાથે મૃત્યુઆંક વધીને 4,78,007 પર પહોંચી ગયો છે.