ટોક્યો: જાપાનના એક શહેરમાં ભીષણ આગ લાગી છે, જેમાં 170 થી વધુ ઇમારતો બળીને ખાખ થઈ ગઈ છે. આગ એટલી ભીષણ છે કે તેને કાબુમાં લેવી મુશ્કેલ બની ગઈ છે. રાતભરના પ્રયાસો પછી પણ તે સંપૂર્ણપણે ઓલવાઈ શકી નથી.
જાપાનની રાજધાની ટોક્યોથી માત્ર 770 કિલોમીટર દૂર આવેલા ઓઇટા શહેરના સાગાનોસેકી જિલ્લામાં આગ લાગી હતી. આગથી બચવા માટે લગભગ 175 લોકોએ કટોકટીના આશ્રયસ્થાનોમાં આશરો લીધો છે.
જાપાની શહેરમાં લાગેલી આગના ઘણા ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર પણ સામે આવી રહ્યા છે, જેમાં જ્વાળા અને કાળો ધુમાડો જોઈ શકાય છે. સ્થાનિક મીડિયા અનુસાર, આગ એટલી ભીષણ હતી કે તે રહેણાંક વિસ્તારોની બહાર પહાડી જંગલોમાં ફેલાઈ ગઈ હતી, જેના કારણે અગ્નિશામકોને આગ ઓલવવી મુશ્કેલ બની ગઈ હતી.
PMએ લશ્કરી હેલિકોપ્ટર મોકલ્યું
જાપાનના વડા પ્રધાન તકાઈચી ત્સુઈએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આગ વિશે એક પોસ્ટ શેર કરી હતી, જેમાં કહેવામાં આવ્યું હતું કે ઓઇટા પ્રીફેક્ચરના ગવર્નરની વિનંતી પર લશ્કરી અગ્નિશામક હેલિકોપ્ટર મોકલવામાં આવ્યા છે. આગને કાબુમાં લેવાના પ્રયાસો ચાલુ છે.

