મહેસાણાઃ કડી તાલુકાના થોળ ગામની સીમમાં આવેલ પાંજરાપોળમાં 20થી વધુ ગાયોના મોત થયાની ઘટના સામે આવી છે. આ બનાવને પગલે અન્ય 300થી વધુ ગાયોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવી છે. સ્થાનિકોના આક્ષેપ મુજબ, પાંજરાપોળમાં પાણી અને ઘાસચારાની પૂરતી વ્યવસ્થા ન હોવાથી ગાયોના મોત થયા છે. વધુમાં, ગાયોને કાદવ અને કીચડમાં રાખવામાં આવી રહી હતી, તેવી પણ ગંભીર ફરિયાદ ઉઠી છે.
આ બનવની જાણ થતા જ DYSP, પ્રાંત અધિકારી તેમજ મહેસાણા મ્યુનિસિપલ કોર્પોરેશનના ડેપ્યુટી કમિશનર સહિતના અધિકારીઓ પાંજરાપોળ ખાતે દોડી ગયા હતા. તેમજ તંત્ર દ્વારા ગાયોના મોતને લઈને તપાસનો ધમધમાટ તેજ કરવામાં આવ્યો છે.ગાયોના મોત બાદ ગૌરક્ષકો અને સ્થાનિકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. તેઓએ જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરવાની માગ કરી છે.