Site icon Revoi.in

રાજકોટમાં છાશ પીધા બાદ 25થી વધુ બાળકોને ફુડપોઈઝનિંગ

Social Share

રાજકોટઃ  શહેરમાં ગઈ રાત્રે ભવાનીનગર વિસ્તરમાં સામાજિક સંસ્થા દ્વારા આપવામાં આવેલી છાશ પીધા બાદ 25થી વધુ બાળકોને ફુડ પોઈઝનિંગની અસર થઈ હતી. બાળકો ઊલટી કરવા લાગતા તેમના પરિવારજનો ગભરાઈ ગયા હતા. 15 જેટલા બાળકોને પદ્મકુંવરબા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં, જે પૈકી એક બાળકને વધુ અસર હોવાથી તેને ICUમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યું છે.

શહેરના ભવાનીનગર વિસ્તરમાં સામાજિક સંસ્થા દ્વારા આપવામાં આવેલી છાશ પીધા બાદ બાળકોને ઊલટી થવા લાગી હતી. લગભગ 25થી વધુ બાળકોને ફૂડ પોઈઝનિંગ થતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. રાત્રિના સમયે 15 જેટલાં બાળકોને પદ્મકુંવરબા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં, જે પૈકી એક બાળકને વધુ અસર હોવાથી તેને ICUમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યું છે.

રાજકોટ શહેરમાં હાલ ગરમી પ્રકોપ વધી રહ્યો છે. અસહ્ય ગરમીને લીધે રાહત મેળવવા લોકો લીંબુ શરબત, શેરડી અને છાશનું સેવન કરતા હોય છે. ત્યારે શહેરમાં ગુરૂવારે રાત્રે છાશ પીધા બાદ 25થી વધુ બાળકોને ફૂડ પોઇઝનિંગની અસર થઇ હતી. શહેરના ભવાનીનગર વિસ્તારમાં સામાજિક સંસ્થા દ્વારા બાળકોને છાશ આપ્યા બાદ ઉલટીઓ થવા લાગી હતી. ત્યારબાદ બાળકોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જે પૈકી એક બાળકની હાલત ગંભીર હોવાથી  તેને ICUમાં ખસેડવામાં આવ્યો છે.  ભવાનીનગર વિસ્તારમાં એક ટ્રસ્ટ દ્વારા છાશ વિતરણ કરાયુ હતુ. આ અંગે મ્યુનિના આરોગ્ય વિભાગે તપાસ હાથ ધરી છે.  ICUમાં દાખલ છે તે બાળકનું નામ જયરાજ હિતેષભાઇ જાડા છે અને તેની ઉંમર 10 વર્ષ છે. તે ભવાનીનગર વિસ્તારમાં આવેલી શેરી નંબર 5માં રહેતું હોવાનું જાણવા મળ્યુ છે. આ ઉપરાંત જય બાંભણિયા, દીપાલી શિયાળ, નમ્રતા ચૌહાણ, હાર્દિક ભાટી, હસુ ચાવડા, કિશન ચાવડા અને રાજવી પરમાર સહિત બાળકોને હાલ સારવાર આપવામાં આવી રહી છે.