સાબરકાંઠામાં બે જૂથો વચ્ચે અથડામણ થઈ, જેના પરિણામે હિંસા અને આગચંપી થઈ. અનેક વાહનોને આગ ચાંપી દેવામાં આવી હતી. હિંસક અથડામણમાં 20થી લોકો ઘાયલ થયા હતા. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી અને 20 લોકોની અટકાયત કરી.
આ ઘટના સાબરકાંઠાના મજરા ગામમાં બની હતી. ન્યૂઝ એજન્સી ANI સાથે વાત કરતા, DySP અતુલ પટેલે જણાવ્યું હતું કે ધાર્મિક કાર્યક્રમ યોજવાને લઈને પથ્થરમારો, આગચંપી અને તોડફોડ થઈ હતી, જેના કારણે વિસ્તારમાં તણાવ સર્જાયો હતો.
પોલીસે FIR દાખલ કરી
DySP અતુલ પટેલના જણાવ્યા મુજબ, મજરા ગામમાં આગચંપી અને પથ્થરમારાનો બનાવ બન્યો હતો. પોલીસે FIR દાખલ કરી છે. અંદાજે 110-120 લોકો સામે કેસ દાખલ કરવામાં આવ્યો છે.”
મોટી સંખ્યામાં પોલીસ તૈનાત
પોલીસના જણાવ્યા અનુસાર, બંને જૂથો વચ્ચે લાંબા સમયથી તણાવ ચાલી રહ્યો હતો, અને ગઈકાલે રાત્રે, આ ઘટના હિંસક અથડામણમાં પરિણમી હતી. પોલીસ ઘટનાની તપાસ કરી રહી છે. વિસ્તારમાં શાંતિ જાળવવા માટે મોટી પોલીસ ફોર્સ તૈનાત કરવામાં આવી છે.