1. Home
  2. ગુજરાતી
  3. સ્ટેચ્યુ ઓફ યુનિટીને નિહાળવા શનિ-રવિની રજામાં 50,000થી વધુ પ્રવાસીઓ ઉમટી પડ્યા

સ્ટેચ્યુ ઓફ યુનિટીને નિહાળવા શનિ-રવિની રજામાં 50,000થી વધુ પ્રવાસીઓ ઉમટી પડ્યા

0
Social Share

વડોદરાઃ રાજ્યમાં કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. સરકારે તમામ નિયંત્રણો હળવા કર્યા છે. સાથે પ્રવાસન સ્થળો પણ પ્રવાસીઓ માટે ખોલી દેવામાં આવતા રાજ્યના તમામ પ્રવાસન સ્થળો પર પ્રવાસીઓના ભીજ જોવા મળી રહી છે. કોરોનાના ત્રીજા વેવની શક્યતા હોવા છતા લોકો કોઈ દરકાર લેતા નથી. કેવડિયામાં આવેલા સ્ટેચ્યૂ ઓફ યુનિટી પ્રવાસીઓનું હોટ ફેવરીટ ફરવાનું સ્થળ બન્યું છે. હાલ શનિવાર અને રવિવારની રજામાં 50 હજાર કરતા વધુ પ્રવાસીઓ આવ્યા હતા. જોકે, તંત્ર દ્વારા કોરોના મહામારીનું સંક્રમણ અટકાવવા માટે તમામ પ્રયત્નો કર્યા છે પરંતુ પ્રવાસીઓ જ સોશિયલ ડિસ્ટન્સીગના ધજાગરા ઉડાવી રહ્યા છે, જાણે કોરોનાની  ત્રીજી લહેરને આમંત્રણ આપતા હોય તેમ ફરી રહ્યાં હતા.

રાજ્યમાં કેવડિયા નજીક આવેલા  સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસીઓને આકર્ષી રહ્યું છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીને  જોવા 2 વર્ષમાં 42 લાખ પ્રવસીઓ આવી ચુક્યા છે અને ખાસ ચોમાસાની મોસમમાં હાલ  SOUની આજુબાજુ નર્મદા ડેમમાં પાણીની આવકને કારણે સ્ટેચ્યુની બાજુમાં પાણી ભરાતા આહલાદક દ્રસ્યો સર્જાયા છે.

સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે આવતા પ્રવાસીઓને  થર્મલ ગન દ્વારા સ્કેનિંગ સોશિયલ ડિસ્ટન્સ અને સેનિટાઇઝેશનનું ખાસ ધ્યાન રખાઇ રહ્યું છે. આ સાથે ટિકિટ ચેકીંગ મશીનથી લઈને લિફ્ટ, વોકેલેટર અને એસ્કેલેટર સહિતની જગ્યાએ સતત સેનિટાઇઝેશન કર્મીઓ કરતા રહે છે. માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ પર ખાસ ધ્યાન રખાઇ રહ્યું છે.કોરોના બીજી લહેર બાદ સરકાર દ્વારા છૂટછાટ અપાતા પ્રવાસીઓની પ્રવાસન સ્થળો પર ભીડ વધી રહી છે. કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે શનિ રવિની રજાઓમાં પ્રવાસીઓની સંખ્યા 50 હજાર થઇ હતી . આ શનિ-રવિની રજામાં પ્રવાસીઓની સંખ્યામાં વધારો નોંધાયો હતો. શનિવારે 22 હજાર અને રવિવારે 28 હજારથી વધુ આમ બે દિવસમાં 50 હજારથી વધુ પ્રવાસીઓ નોંધાયા હતા.પ્રવાસીઓની સંખ્યાના વધતા તંત્ર દ્વારા કોવિડ ગાઇડલાઇનના પાલન માટે સ્ટાફ વધારી દીધો છે. ગુજરાતનો નાનકડો વનવાસી જિલ્લો એટલે નર્મદા જિલ્લો એ જ્યાં સૌથી વધુ અને મોટો વન વિસ્તારો આવેલા છે. સાતપુડા અને વિધ્યાનચલની ગિરીમાળાઓ વચ્ચે કુદરતી સૌન્દર્ય બારેમાસ આ સોળે કળાએ ખીલી ઉઠે છે અને આ સૌંદર્ય વચ્ચે દુનિયાની સૌથી ઉંચી પ્રતિમા 182 મીટરની સરદાર વલ્લભભાઈ પટેલની મુકવામાં આવી છે.  જેને સ્ટેચ્યુ ઓફ યુનિટી નામ આપ્યું છે. કેવડિયા ખાતે બનાવેલા સ્ટેચ્યુ ઓફ યુનિટી સાથે અન્ય જે પ્રોજેક્ટ છે જેને જોવા પણ પ્રવાસીઓ મોટી સંખ્યામાં આવી રહ્યાં છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code