1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. રાજ્યનું પ્રથમ સબમરીન કેબલ લેન્ડીંગ સ્ટેશન તથા ડેટા સેન્ટર નિર્માણ માટે ગુજરાત સરકાર-લાઇટ સ્ટોર્મ વચ્ચે MOU
રાજ્યનું પ્રથમ સબમરીન કેબલ લેન્ડીંગ સ્ટેશન તથા ડેટા સેન્ટર નિર્માણ માટે ગુજરાત સરકાર-લાઇટ સ્ટોર્મ વચ્ચે MOU

રાજ્યનું પ્રથમ સબમરીન કેબલ લેન્ડીંગ સ્ટેશન તથા ડેટા સેન્ટર નિર્માણ માટે ગુજરાત સરકાર-લાઇટ સ્ટોર્મ વચ્ચે MOU

0
Social Share

અમદાવાદઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્યમાં ડિઝીટલ ઇનોવેશનને વેગ આપવા જાહેર કરવામાં આવેલી ગુજરાત IT/ITes પોલિસી 2022-27ને વ્યાપક પ્રતિસાદ મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડિઝીટલ ઇન્ડીયા મિશન અને આત્મનિર્ભર ભારતના વિઝનને સાકાર કરવામાં ગુજરાતની આ પોલિસી ઉપયુકત બની છે.     આ સંદર્ભમાં મુખ્યમંત્રીની પ્રેરક ઉપસ્થિતીમાં રૂ. 1000 કરોડથી વધુના રોકાણ સાથે રાજ્યનું પ્રથમ સબમરીન કેબલ લેન્ડીંગ સ્ટેશન તથા ડેટા સેન્ટર નિર્માણ માટેના MoU ગુજરાત સરકાર અને લાઇટ સ્ટોર્મ વચ્ચે સંપન્ન થયા છે.

ગુજરાત સરકારના સાયન્સ ટેક્નોલોજી વિભાગના સચિવ વિજય નહેરા અને લાઇટ સ્ટોર્મના CEO અમાજીત ગુપ્તાએ આ MoU પર હસ્તાક્ષર કર્યા હતા. આ MoU ના પરિણામે આગામી 5 વર્ષમાં ગુજરાતની IT Policy (2022-27) હેઠળ હજારો રોજગારીનું સર્જન થશે. એટલું જ નહિ, આ પ્રોજેક્ટ અંતર્ગત યુરોપથી સીધો જ ગુજરાતમાં સબમરીન કેબલ સ્થપાશે, જેના કારણે યુરોપ, મિડલ ઇસ્ટ, યુ.એસ. અને એશિયા સાથે Data Connectivity માં વધારો થશે અને રાજ્યમાં ડેટા સેન્ટર જેવા ઇન્ફ્રાસ્ટ્રકચરની સ્થાપનાને વેગ મળવા સાથે આવા કેબલ લેન્ડીંગ સ્થાપનારૂં દેશનું ત્રીજુ રાજ્ય બનવાની દિશા ગુજરાત માટે ખૂલી છે.

મુખ્યમંત્રીના દિશાદર્શનમાં જાહેર કરવામાં આવેલી નવી IT Policy (2022-27)એ સમગ્ર IT સેક્ટરમાં આકર્ષણ પેદા કર્યુ છે. એટલું જ નહિ, રોજગાર સર્જન અને કૌશલ્ય વિકાસ પર સતત ધ્યાન કેન્દ્રિત કરવાથી એમ્પ્લોયમેન્ટ જનરેશન ઇન્સેન્ટિવ (EGI) અને આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના જેવા અનન્ય અને સક્ષમ પ્રોત્સાહનોનો ઉદભવ થયો છે. આ પોલિસી ભારતીય IT ઇન્વેસ્ટમેન્ટ પ્રમોશન પોલિસી લેન્ડસ્કેપમાં પ્રથમ વખત CAPEX-OPEX મોડલનો નવીન ખ્યાલ પણ રજૂ કરે છે.

પોલિસી જાહેર થયાના ૭ મહિના જેટલા ટૂંકાગાળામાં જ રાજ્યમાં અત્યાર સુધીમાં અગ્રણી સ્થાનિક અને વૈશ્વિક IT કંપનીઓ સાથે 16 જેટલા એમઓયુ થયા છે, તેના કારણે 28750 કુશળ IT રોજગારીનું સર્જન થવાની સંભાવના છે. ગુજરાત સરકાર અને લાઇટ સ્ટોર્મ વચ્ચે થયેલા આ MoU સાઇનીંગ અવસરે મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ પંકજ જોષી તેમજ ડી.એસ.ટી ના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code