TRP રેન્કિંગમાં ખૂબ જ ચર્ચિત ‘અનુપમા’ શો પછડાયો – તારક મહેતા અને કપિલના શો એ બાજી મારી
- ટોપ 10 શોમાં અનુપમાને મળ્યું 3જુ સ્થાન
- તારપક નહેતા પહેલા તો કપિલ શર્માનો શો બીજા સ્થાન પર
- પ્રથમ વયરત અનુપમા શો પછડાયો
મુંબઈ- સ્ટાર પ્લસ પર પ્રસારિત થયો શો અનુપમા દર્શકોનો ફેવરિટ શો છે જો કે આ અઠવાડિયાની ટીઆરપીમાં અનુપમા શો ડાયરેક્ટ ત્રીજા નંબરે પછડાયો છે તો તારક નહેતા કા ઉલ્ટા ચશ્મા પ્રથમ સ્થાને જોવા મળે છએ તો ઘ કપિલ શર્મા શો એ ટીઆરપીના લીસ્ટમાં બીજુ સ્થાન બનાવ્યું છે.
ટીવી શોઝના મેકર્સ હંમેશા આ વાતનું ધ્યાન રાખે કે દર્શકોને શોખ પસંદ આવે અને ટીઆરપી લિસ્ટમાં જગા બનાવે. શોમાં ઘણી વાર આ પ્રકારના ટ્વીસ્ટ જોવા મળે છે, જો કે આ વખતે દર્શકોને અનુપમાએ નિરાશ કર્યા હોય તેમ જોવા મળ્યું છે.
આ વખતે ટીઆરપી રેટિંગમાં ઘણો મોટો ફેરફાર થયો છે અને ફરી એકવાર ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’એ જોરદાર કમબેક કર્યું છે. , રૂપાલી ગાંગુલી સ્ટારર શો અનુપમા લાંબા સમયથી નંબર વન પોઝિશન પર બરકરાર હતો . બીજી તરફ અનુપમાના રેટિંગમાં ઘટાડો થયો છે. ટોચના 10 શો પર એક નજર કરીએ.
જો ટીઆરટી રેન્કિંગમાં જો ટોપ 5ની વાત કરીએ તો તારક મહેતા, કપિલ શર્મા શો અને અનુપમા બાદ ચોથા નંબરે ઈન્ડિયાઝ બેસ્ટ ડાન્સર શો છે તો વળી 5મું સ્થાન યે રિશ્તા ક્યા કહેલાતા હૈ ને મળ્યું છે.
આ સાથે જ વિરાટ સઈની લવ સ્ટોરી વાળો શો ગુમ હૈ કિસી કે પ્યાર મેં 6 ઠ્ઠા નંબરે છે તો 7મા નંબરે રાધા મોહન 8મા નંબરે યે હૈ ચાહતેં અને ભાગ્ય લક્ષ્મી અને કુમકુમ ભાગ્ય 9 10 નંબરે આવ્યા છે.