Site icon Revoi.in

દિલ્હીના દરિયાગંજમાં બહુમાળી ઇમારત ધરાશાયી, 3 લોકોના મોત

Social Share

દિલ્હીના દરિયાગંજ વિસ્તારમાં એક ઈમારત ધરાશાયી થવાથી ત્રણ લોકોના મોત થયા છે. અધિકારીએ જણાવ્યું કે બપોરે 12:14 વાગ્યે ત્રણ માળની ઇમારતનો એક ભાગ ધરાશાયી થયાની જાણ થઈ હતી. આ પછી, ફાયર વિભાગે ચાર વાહનો ઘટનાસ્થળે મોકલ્યા હતા. બચાવ કામગીરી ચાલુ છે.

મૃતકોની ઓળખ ઝુબૈર, ગુલસાગર અને તૌફિક તરીકે થઈ છે. ત્રણેય મજૂર હતા. તેમને LNJP હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.
આ ઘટના દરિયાગંજ પોલીસ સ્ટેશન પાછળ સદભાવના પાર્ક પાસે બની હતી. દિલ્હી પોલીસ ડીસીપીએ ત્રણ લોકોના મોતની પુષ્ટિ કરી છે. દિલ્હી પોલીસના કર્મચારીઓ ઘટનાસ્થળે હાજર છે. કાટમાળ નીચે હજુ કેટલાક લોકો દટાયા હોવાની શક્યતા છે.

દિલ્હી પોલીસે જણાવ્યું હતું કે ડીડીએમએ સહિત મ્યુનિસિપલ અધિકારીઓને જાણ કરવામાં આવી છે અને બચાવ કાર્ય ચાલુ છે. હકીકતોની પુષ્ટિ કર્યા પછી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.