
સંગીત અને શાંતિઃ- સંગીત તમારા મનને રાખે છે પ્રફુલીત, જાણો સંગીત સાંભળવાથી થતા ફાયદાઓ વિશે
- સંગીત સ્વાસ્થ્ય માટે લાભકારી
- સંગીત માણસના સ્ટ્રેસને ઓછો કરે છે
- નવા વિચાર આવવાની જગ્યા બનાવે છે
આપણે હાલતા ચાલતા કઈ કામ કરતા કંઈકને કંઈક ગુગનાતા હોય છે,એટલે કે કંઈક ગાતા રહેતા હોઈએ છીએ,કારણ કે ગાવું એ જાણે આપણાને આનંદ આપે છે. એજ રીતે સંગીતને સાંભળવાથી પણ આપણો સ્ટ્રેસ દૂર થાય છે અને આપણાને એક અલગ પ્રકારનો આનંદ મળે છે.
જો ગર્ભવતી સ્ત્રી સંગીત સાંભળે તો તે ખુશ રહે છે તેની સકારાત્મક અસર ગર્ભમાં રહેલા બાળક પર પડે છે જેથી ઘીમા અવાજે શાંત સંગીત સાંભળવું જોઈએ,ર્ભાવસ્થા દરમિયાન ગીતો સાંભળવાથી ગર્ભસ્થ બાળકના બૌદ્ધિક, માનસિક, વર્તન અને ભાવનાત્મક વિકાસમાં પણ મદદ મળે છે.
બાળકો માટે પણ સંગીત સારુ માનવામાં આવે છે,બાળકો સંગીતના કારણે હેપ્પી રહી શકે છે,રડતા બાળક સંગીતનો આવજા સાંભળીને ચૂપ થઈ જાય છે.આ સાથે જ મેન્ટલ સ્ટ્રેસની સારવાર મ્યુઝિકના અલગ અલગ મેગાહર્ટ્સ પર થાય છે. ગભરામણ, ચીડિયાપણું અને ઉદાસી જેવી સમસ્યામાં મગજ અને શરીર અલગ અલગ રીતે રિએક્શન આપે છે.
જ્યારેકોઇ વાતને વિચારીને જો તમને વધારે ગુસ્સો આવી રહ્યો છે તો તમે મ્યુઝિક થેરાપીનો સહાર લો. ગુસ્સો આવવાની પરિસ્થિતિમાં તમે કોઇ એવા ગીત સાંભળવાનો પ્રયાસ કરો જે તમને સુકૂન આપે છે,જે લોકોને ખૂબ ગુસ્સો આવતો હોય તે લોકોએ દિવસ દરમિયાન એક વારતો શાંત સંગીત સાઁભળવું જ જોઈએ કારણ કે સંગીત ગુસ્સાને ઓછો કરી દે થે અથવા તો ભૂલવી દે છે.