Site icon Revoi.in

નાગાલૅન્ડની રાષ્ટ્રીય સમાજવાદી પરિષદ—ખાપલાન્ગ સંગઠન સામે કરાઈ આકરી કાર્યવાહી

Social Share

નવી દિલ્હીઃ ગૃહ મંત્રાલયે નાગાલૅન્ડની રાષ્ટ્રીય સમાજવાદી પરિષદ—ખાપલાન્ગ સંગઠનને પાંચ વર્ષ માટે ગેરકાયદેસર જાહેર કરી. ગૃહ મંત્રાલયે આજે તેના તમામ જૂથ, શાખાઓ અને અગ્રીમ સંગઠનોને આ મહિનાની 28 તારીખથી પાંચ વર્ષના સમયગાળા માટે ગેરકાયદેસર સંગઠન જાહેર કર્યું છે.

મંત્રાલયે એક જાહેરનામામાં જણાવ્યું, આ સંગઠન દેશના સાર્વભૌમત્વ અને અખંડિતતાને નુકસાન પહોંચાડનારી તેમજ ગુનાખોરી પ્રવૃત્તિઓમાં સામેલ છે. તેણે યુનાઈટેડ લિબરેશન ફ્રન્ટ ઑફ અસમ-ઇન્ડિપેન્ડન્ટ, પીપલ્સ રિવોલ્શુનરી પાર્ટી ઑફ કાંગલીપાક-P.R.E.P.A.K અને પીપલ્સ લિબરેશન આર્મી- P.L.A. જેવા અન્ય ગેરકાયદેસર સંગઠનો સાથે ગઠબંધન કર્યું છે.