
આંતરરાષ્ટ્રીય ગણિત ઓલિમ્પિયાડમાં ભારતના સર્વશ્રેષ્ઠ પ્રદર્શનની નરેન્દ્ર મોદીએ પ્રશંસા કરી
નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આંતરરાષ્ટ્રીય ગણિત ઓલિમ્પિયાડમાં ભારતના સર્વશ્રેષ્ઠ પ્રદર્શનની પ્રશંસા કરી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આંતરરાષ્ટ્રીય ગણિત ઓલિમ્પિયાડમાં ભારતના અસાધારણ પ્રદર્શન પર અપાર આનંદ અને ગર્વ વ્યક્ત કર્યો છે, જ્યાં દેશે તેનું સર્વશ્રેષ્ઠ ચોથું સ્થાન મેળવ્યું હતું. ભારતીય ટુકડીએ ચાર ગોલ્ડ મેડલ અને એક સિલ્વર મેડલ જીત્યો હતો.
એક X પોસ્ટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું છે કે, “તે ખૂબ જ આનંદ અને ગર્વની વાત છે કે ભારત આંતરરાષ્ટ્રીય ગણિત ઓલિમ્પિયાડમાં તેના અત્યાર સુધીના સર્વશ્રેષ્ઠ પ્રદર્શનમાં ચોથા ક્રમે આવ્યું છે. અમારી ટુકડી 4 ગોલ્ડ અને એક સિલ્વર મેડલ લઈને આવી છે. આ સિદ્ધિ અન્ય ઘણા યુવાનોને પ્રેરણા આપશે અને ગણિતને વધુ લોકપ્રિય બનાવવામાં મદદ કરશે.”