
- 96 દેશોએ ભારતની બંને વેક્સિનને આપી માન્યતા
- ભારતમાં 109 કરોડથી વધુ વેક્સિનેશન થયું
- વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને અત્યાર સુધી 8 વેક્સિનને ઇયૂએલમાં સામેલ કરી
નવી દિલ્હી: ભારતની કોવિશિલ્ડ અને કોવેક્સિનને લઇને ગર્વની વાત એ છે કે આ બંને વેક્સિનને વિશ્વના 96 દેશોએ માન્યતા આપી છે. આ ઉપરાંત વેક્સિનેશન અભિયાનની વાત કરીએ તો દેશમાં અત્યાર સુધી 109 કરોડથી વધુ વેક્સિનના ડોઝ લગાવવામાં આવ્યા છે. ડોર-ટૂ-ડોરના માધ્યમથી બધા આરોગ્ય કર્મચારીઓ વેક્સિન અભિયાનને તેજ બનાવી રહ્યાં છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને અત્યાર સુધી 8 વેક્સિનને ઇયૂએલમાં સામેલ કરી છે.
PM @NarendraModi जी के नेतृत्व में #HarGharDastak अभियान के तहत टीकाकरण अभियान तेज गति से चल रहा है।
96 देशों ने भारत की दोनों वैक्सीन को मान्यता दी है। आने वाले समय में और भी देश दोनों वैक्सीन को मान्यता दें इसके लिए प्रयास जारी है।
📖 https://t.co/Q2HvItVdUw pic.twitter.com/TN8TXmWTGu
— Office of Dr Mansukh Mandaviya (@OfficeOf_MM) November 9, 2021
વેક્સિનેશન અને કોવિશિલ્ડ-કોવેક્સિનને લઇને કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે, દેશમાં અત્યાર સુધી 109 કરોડથી વધુ વેક્સિનના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. ડોર-ટૂ-ડોર હેઠળ આરોગ્ય કર્મીઓ વેક્સિનેશન અભિયાનને વેગ આપી રહ્યાં છે.
WHOએ અત્યાર સુધી 8 વેક્સિનને ઇમરજન્સી ઉપયોગ યાદીમાં સામેલ કરી છે. અમને ખુશી છે કે તેમાં 2 ભારતીય વેક્સિન કોવેક્સિન અને કોવિશિલ્ડને સ્થાન મળ્યું છે. અત્યાર સુધીમાં વિશ્વના 96 દેશોએ કોવેક્સિન તેમજ કોવિશિલ્ડને માન્યતા આપી છે.