1. Home
  2. ગુજરાતી
  3. ભારત થયું ગૌરવાન્તિત, કોવેક્સિન અને કોવિશિલ્ડને વિશ્વના 96 દેશોએ આપી માન્યતા
ભારત થયું ગૌરવાન્તિત, કોવેક્સિન અને કોવિશિલ્ડને વિશ્વના 96 દેશોએ આપી માન્યતા

ભારત થયું ગૌરવાન્તિત, કોવેક્સિન અને કોવિશિલ્ડને વિશ્વના 96 દેશોએ આપી માન્યતા

0
Social Share
  • 96 દેશોએ ભારતની બંને વેક્સિનને આપી માન્યતા
  • ભારતમાં 109 કરોડથી વધુ વેક્સિનેશન થયું
  • વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને અત્યાર સુધી 8 વેક્સિનને ઇયૂએલમાં સામેલ કરી

નવી દિલ્હી: ભારતની કોવિશિલ્ડ અને કોવેક્સિનને લઇને ગર્વની વાત એ છે કે આ બંને વેક્સિનને વિશ્વના 96 દેશોએ માન્યતા આપી છે. આ ઉપરાંત વેક્સિનેશન અભિયાનની વાત કરીએ તો દેશમાં અત્યાર સુધી 109 કરોડથી વધુ વેક્સિનના ડોઝ લગાવવામાં આવ્યા છે. ડોર-ટૂ-ડોરના માધ્યમથી બધા આરોગ્ય કર્મચારીઓ વેક્સિન અભિયાનને તેજ બનાવી રહ્યાં છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને અત્યાર સુધી 8 વેક્સિનને ઇયૂએલમાં સામેલ કરી છે.

વેક્સિનેશન અને કોવિશિલ્ડ-કોવેક્સિનને લઇને કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે, દેશમાં અત્યાર સુધી 109 કરોડથી વધુ વેક્સિનના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. ડોર-ટૂ-ડોર હેઠળ આરોગ્ય કર્મીઓ વેક્સિનેશન અભિયાનને વેગ આપી રહ્યાં છે.

WHOએ અત્યાર સુધી 8 વેક્સિનને ઇમરજન્સી ઉપયોગ યાદીમાં સામેલ કરી છે. અમને ખુશી છે કે તેમાં 2 ભારતીય વેક્સિન કોવેક્સિન અને કોવિશિલ્ડને સ્થાન મળ્યું છે. અત્યાર સુધીમાં વિશ્વના 96 દેશોએ કોવેક્સિન તેમજ કોવિશિલ્ડને માન્યતા આપી છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code