Homerevoinewsરાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગના અધ્યક્ષ શ્રી કિશોર મકવાણા 'ડૉ. એપીજે અબ્દુલ કલામ...

રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગના અધ્યક્ષ શ્રી કિશોર મકવાણા ‘ડૉ. એપીજે અબ્દુલ કલામ જન સેવા પુરસ્કાર’થી સન્માનિત

નવી દિલ્હી, 8 સપ્ટેમ્બર, 2026 – રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગના માનનીય અધ્યક્ષ શ્રી કિશોર મકવાણાને “ડૉ. એપીજે અબ્દુલ કલામ જન સેવા પુરસ્કાર 2026” 9 સપ્ટેમ્બર 2026 ના રોજ એનાયત કરવામાં આવશે. પ્રાઇમ પોઇન્ટ ફાઉન્ડેશન અને સાંસદ રત્ન એવોર્ડ્સ કમિટી દ્વારા રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગને સમર્પિત સેવા માટે નામાંકિત કરવામાં આવ્યું છે.

'Dr. APJ Abdul Kalam Jan Seva Puraskar

આયોગના માનનીય અધ્યક્ષ શ્રી કિશોર મકવાણાના નેતૃત્વમાં રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગને પહેલીવાર એક પ્રભાવશાળી બંધારણીય સંસ્થા બનાવવામાં આવી છે. આયોગે અનુસૂચિત જાતિના લોકોને ન્યાય, અધિકાર, સન્માન અને સામાજિક ન્યાય અપાવવામાં સક્રિય ભૂમિકા ભજવી છે, આ મહત્વપૂર્ણ યોગદાન માટે “ડૉ. એપીજે અબ્દુલ કલામ જન સેવા પુરસ્કાર 2026” 9 સપ્ટેમ્બર 2026 ના રોજ એનાયત કરવામાં આવશે. સાંસદ રત્ન એવોર્ડ્સ કમિટીની જૂરીએ આયોગની રાષ્ટ્ર અને સામાજિક ન્યાય પ્રત્યેની સમર્પિત સેવાને માન્યતા આપતાં આ પુરસ્કાર આપવાનો નિર્ણય લીધો છે.

પત્રમાં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે કે અધ્યક્ષ તરીકે શ્રી કિશોર મકવાણાના સમર્પિત પ્રયાસોથી આયોગે ઉલ્લેખનીય યોગદાન આપ્યું છે. આ પુરસ્કાર 16મી આવૃત્તિના સાંસદ રત્ન એવોર્ડ્સ 2026 દરમિયાન દિલ્હીમાં એનાયત કરવામાં આવશે. પુરસ્કાર સમારોહ નાગરિક સમાજ તરફથી આયોજિત કરવામાં આવી રહ્યો છે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular