1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. અખિલ ભારતીય પ્રતિનિધિ સભાનો પ્રસ્તાવ 1: શ્રીરામ જન્મભૂમિ પર મંદિરનું નિર્માણ એ ભારતની સહજ શક્તિઓનું પ્રકટીકરણ
અખિલ ભારતીય પ્રતિનિધિ સભાનો પ્રસ્તાવ 1: શ્રીરામ જન્મભૂમિ પર મંદિરનું નિર્માણ એ ભારતની સહજ શક્તિઓનું પ્રકટીકરણ

અખિલ ભારતીય પ્રતિનિધિ સભાનો પ્રસ્તાવ 1: શ્રીરામ જન્મભૂમિ પર મંદિરનું નિર્માણ એ ભારતની સહજ શક્તિઓનું પ્રકટીકરણ

0
Social Share
  • રામ મંદિર નિર્માણ માટે દેશવ્યાપી નિધિ સમર્પણ અભિયાન એ ભારતના ઇતિહાસનું સુવર્ણ પૃષ્ઠ
  • શ્રીરામ જન્મભૂમિ પર મંદિરનું નિર્માણ એ ભારતની સહજ શક્તિઓનું પ્રકટીકરણ છે: ABPS
  • અખિલ ભારતીય પ્રતિનિધ સભાનો આ પ્રથમ પ્રસ્તાવ છે

બેંગ્લુરુ: દેશની સર્વોચ્ચ અદાલત દ્વારા રામ જન્મભૂમિ નિર્માણને લઇને ચૂકાદો ત્યારબાદ અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ માટે સાર્વજનિક “શ્રીરામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર”નું ગઠન, અયોધ્યામાં ભવ્યાતિભવ્ય રામ મંદિરના નિર્માણ કાર્ય હેતુસર કરવામાં આવેલું અનુષ્ઠાન તેમજ દેશવ્યાપી નિધિ સમર્પણ અભિયાન એ ભારતના ઇતિહાસનું એ સુવર્ણ પૃષ્ઠ બની ચૂક્યું છે, જે આગામી અનેક પેઢીઓ માટે પ્રેરણાદાયી બની રહેશે. અખિલ ભારતીય પ્રતિનિધિ સભાનો આ એક મત છે કે ઉપર્યુક્ત કાર્યક્રમોથી ભારતની સહજ શક્તિઓ જાગૃત થઇ છે અને આ કાર્યક્રમ આધ્યાત્મિક જાગરણ, રાષ્ટ્રીય એકાત્મકતા, સામાજિક સમરસતા તેમજ સદ્ભાવ અને સમર્પણના અદ્વિતીય પ્રતિક બની ચૂક્યા છે.

5 ઓગસ્ટ, 2020ના રોજ સંપૂર્ણ વિશ્વ એ અદ્વિતીય ક્ષણોનું સાક્ષી બનીને ભાવુક બન્યું હતું, જ્યારે ભારતના વડાપ્રધાન, સંઘના પૂજનીય સરસંઘચાલક, શ્રીરામ જન્મભૂમિ તીર્થક્ષેત્રના તેમજ ભારતના દરેક પૂજ્ય ધર્માચાર્યોની ગરિમામયી ઉપસ્થિતિ મંદિર નિર્માણના કાર્યનો પ્રારંભ કરવાના ઉદ્દેશ્ય સાથે યોજાયેલા કાર્યક્રમને વધુ સર્વોત્તમ બનાવી રહી હતી.

ભારતના દરેક તીર્થોની પાવન રજ તેમજ દરેક પવિત્ર નદીઓના જળથી અનુષ્ઠા સંપન્ન થયું હતું. કોરોના મહામારીના સંકટકાળ દરમિયાન યોજવામાં આવેલા આ કાર્યક્રમમાં દરેક નિયમોનું પાલન કરવામાં આવ્યું હતું અને સીમિત સંખ્યા છતાં આ કાર્યક્રમનો પ્રભાવ વ્યાપક રહ્યો હતો. પ્રત્યક્ષ ઉપસ્થિતિ ઓછી હોવા છતાં અનેક માધ્યમો થકી સમસ્ત હિંદુ સમાજ આ ભવ્યાતિભવ્ય કાર્યક્રમનો સાક્ષી બન્યો હતો. સમાજના પ્રત્યેક વર્ગ તેમજ રાજકીય પક્ષોએ એકતા સાથે આ કાર્યક્રમનું સ્વાગત કર્યું હતું.

મકર સંક્રાતિના પવિત્ર દિવસના પર્વ દરમિયાન ભારતના રાષ્ટ્રપતિના નિધિ સમર્પણ તેમજ દિલ્હી સ્થિત ભગવાન વાલ્મિકી મંદિરથી પ્રારંભ થયેલા અને 44 દિવસ ચાલેલું નિધિ સમર્પણ અભિયાન વૈશ્વિક ઇતિહાસનું સૌથી મોટું સંપર્ક અભિયાન સાબિત થયું હતું. લગભગ 5.5 લાખથી વધુ નગરના 12 કરોડથી વધુ રામભક્ત પરિવારોએ રામ મંદિરના નિર્માણ માટે નિધિ સમર્પિત કરી છે.

સમાજના પ્રત્યેક વર્ગોએ આ અભિયાનમાં ઉત્સાહપૂર્વક સહભાગિતા દર્શાવી હતી. ગામડાના લોકોથી લઇને નગરના લોકો, વનવાસીથી લઇને ગિરિવાસી બંધુઓ, સામાન્ય જનતાએ આ અભિયાનને સફળ બનાવવા માટે ભરપૂર યોગદાન આપ્યું હતું. આ અદ્વિતીય ઉત્સાહ તેમજ સહયોગ માટે પ્રતિનિધિ સભા દરેક રામભક્તોને અભિનંદન પાઠવે છે.

આ અભિયાનથી એક વાત ફરી સાબિત થઇ ચૂકી છે કે સમગ્ર દેશ ભાવનાત્મક રૂપથી હરહંમેશ શ્રીરામ સાથે જોડાયેલો છે. પ્રતિનિધિ સભા દેશની પ્રત્યેક સામાજીક-ધાર્મિક સંસ્થાઓ, શિક્ષણવિદો, પ્રબુદ્વ વર્ગો સહિત સમસ્ત રામભક્તોને આહવાન કરે છે કે તેઓ શ્રીરામના આદર્શોનો સમાજમાં પ્રસાર અને આચરણ કરાવવાની દિશામાં પ્રયાસરત થાય.

(સંકેત)

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code