- સરકારી કર્મચારીઓને મળશે વધુ એક લાભ
- હવે મોંઘવારી ભથ્થાની અગાઉની બાકી રકમ પણ ઉમેરવામાં આવી રહી છે
- ડીએ અને ટીએમાં પણ વધારો કરવામાં આવ્યો છે
નવી દિલ્હી: સરકારી કર્મચારીઓને દિવાળી બાદ વધુ એક ગિફ્ટ મળી છે. કર્મચારીઓના દિવાળી બોનસની સાથે ડીએ અને ટીએમાં પણ વધારો કરવામાં આવ્યો છે.
આ સાથે જ મોંઘવારી ભથ્થાની અગાઉની બાકી રકમ પણ ઉમેરવામાં આવી રહી છે. કેન્દ્રીય કર્મચારોના મોંઘવારી ભથ્થા એટલે કે ડીએમાં વધારાની સાથે અન્ય ભથ્થા પર વિચારણા કરવામાં આવી રહી છે, જેનો લાભ તેને જાન્યુઆરીથી મળશે.
આ વધારો વાસ્તવિક રીતે હાઉસ રેન્ટ એલાઉન્ટમાં કરવામાં આવશે, જેના કારણે પગારમાં નોંધપાત્ર વધારો થશે. નાણા મંત્રાલયે 11.56 લાખથી વધુ કર્મચારીઓની હાઉસ રેન્ટ એલાઉન્સ લાગુ કરવાની માંગ પર વિચારણા શરૂ કરી છે. આ પ્રસ્તાવને મંજૂરી માટે રેલવે બોર્ડને મોકલવામાં આવ્યો છે.
પ્રસ્તાવની મંજૂરી પછી, કર્મચારીઓને જાન્યુઆરી 2021 થી HRA મળશે. આ કર્મચારીઓને HRA મળતાં જ તેમના પગારમાં જબરદસ્ત વધારો થશે. ઇન્ડિયન રેલ્વે ટેકનિકલ સુપરવાઇઝર એસોસિએશન (IRTSA) અને નેશનલ ફેડરેશન ઓફ રેલ્વેમેન (NFIR) એ 1 જાન્યુઆરી, 2021 થી HRA લાગુ કરવાની માંગ કરી છે.
જો આંકડાકીય ગણતરી પર નજર કરીએ તો જો મોંઘવારી ભથ્થું 25 ટકાથી વધુ હોય તો HRA આપમેળે રિવાઇઝ થાય છે. DoPTના નોટિફિકેશન અનુસાર કેન્દ્રીય કર્મચારીઓ માટે હાઉસ રેન્ટ એલાઉન્સમાં ફેરફાર મોંઘવારી ભથ્થાના આધારે કરવામાં આવ્યો છે.