1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. મનીષ સિસોદીયાએ કોરોના વેક્સીનનો ડોઝ લીધો, દિલ્હીમાં લોકડાઉન અંગે આપ્યું આ નિવેદન
મનીષ સિસોદીયાએ કોરોના વેક્સીનનો ડોઝ લીધો, દિલ્હીમાં લોકડાઉન અંગે આપ્યું આ નિવેદન

મનીષ સિસોદીયાએ કોરોના વેક્સીનનો ડોઝ લીધો, દિલ્હીમાં લોકડાઉન અંગે આપ્યું આ નિવેદન

0
Social Share
  • દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સીસોદીયાએ કોરોના વેક્સીનનો પ્રથમ ડોઝ લીધો
  • હાલમાં લોકડાઉનની કોઇ આવશ્યક્તા નથી: મનીષ સિસોદીયા
  • કોરોના વિરુદ્વ લડતામાં વેક્સીન અને સાવધાનીની જરૂર

નવી દિલ્હી: આજે દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદીયાએ વેક્સીનનો પ્રથમ ડોઝ લીધો છે. મનીષ સીસોદીયાએ લોક નાયક જયપ્રકાશ નારાયણ હોસ્પિટલમાં વેક્સીન લીધી છે.

વેક્સીન લીધા બાદ રાજધાનીમાં લોકડાઉનની વાત પર તેમણે સ્પષ્ટતા કરી હતી કે હાલમાં લોકડાઉનની આવશ્યકતા નથી. તેમણે કહ્યું કે કોરોના વિરુદ્વ લડતામાં વેક્સીન અને સાવધાનીની જરૂર છે.

તેમણે ઉમેર્યુ હતું કે આજે પોતાના પરિવાર સાથે કોરોના વેક્સીન લગાવી. અમારા પ્રતિભાવના વૈજ્ઞાનિકો, મેડિકલ ટીમ અન તમામનો આભાર. જેમણે અમારા માટે વેક્સીન બનાવવામાં દિવસ રાત કામ કર્યું. કેન્દ્ર સરકારે ઉંમર સાથે જોડાયેલા પ્રતિબંધ વિના તમામને વેક્સીન લગાવવી જોઇએ.

એક દિવસમાં મહામારીથી 714 લોકોના મૃત્યું થતાં મૃતકોની સંખ્યા વધીને 1,64,110 થઇ ગઇ છે. કોવિડ 19થી એક દિવસમાં મરનારા લોકોની સંખ્યા 21 ઓક્ટોબર બાદ સૌથી વધુ છે. ગત વર્ષે 20 ડિસેમ્બર બાદથી શનિવારે સામે આવેલા સંક્રમણના નવા કેસ સૌથી વધુ છે. જ્યારે 24 કલાકમાં 92,605 નવા કેસ સામે આવ્યા હતા.

નોંધનીય છે કે કેટલાક દિવસ અગાઉ એઇમ્સના ડાયરેક્ટર રણદીપ ગુલેરિયાએ પણ કહ્યું હતું કે વધતા જતાં કોરોનાના કેસ ચિંતાજનક છે, લોકોની બેદરકારીથી કોરોનાના કેસ વધ્યા છે. દેશમાં કંટેનમેંટ ઝોન બનાવાશે.

(સંકેત)

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code