
- કોરોનાની સારવારમાં આર્યુવેદિક દવા પણ છે કારગર
- AYUSH 64 નામની આર્યુવેદિક દવા કોરનાના ઉપચાર માટે કારગર છે
- સામાન્યથી મધ્યમ સ્તરના કોરોના સંક્રમણમાં આ દવા કારગત
નવી દિલ્હી: કોરોના વાયરસના સંક્રમણ સામે લડવા માટે સરકાર દ્વારા વેક્સિનેશન ડ્રાઇવ ચાલી રહી છે ત્યારે બીજી તરફ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા આયુર્વેદિક દવાને પણ મંજૂરી આપવામાં આવી છે.
આયુષ મંત્રાલય દ્વારા અપાયેલી જાણકારી અનુસાર, AYUSH 64 નામની દવા કોરોના સામેની જંગમાં કારગત નિવડી રહી છે. એક ટ્વીટના માધ્યમથી આ માહિતી આપવામાં આવી હતી.
આયુષ મંત્રાલે એક પ્રેસ કોન્ફરન્સ થકી જાણકારી આપી હતી. આયુષ મંત્રાલય અનુસાર, દેશમાં કોરોનાના વધી રહેલા સંક્રમણ વચ્ચે વૈજ્ઞાનિકોની આ મહેનત આશાના કિરણ સમાન છે.
In a Press Conference (VC) organised today by the MoA, the efficacy of AYUSH-64 in the treatment of asymptomatic, mild & moderate cases of Covid 19, was announced. In the current situation, this positive finding by scientists of reputed research institutions brings a ray of hope. pic.twitter.com/GzbPazpClH
— Ministry of Ayush (@moayush) April 29, 2021
આયુષના નેશનલ રિસર્ચ પ્રોફેસર ડૉ ભૂષણ પટવર્ધને જણાવ્યું કે, AYUSH 64ના પરિણામો ખૂબ જ ઉત્સાહવર્ધક છે અને વિશ્વની પ્રતિષ્ઠિત મેડિકલ જર્નલ્સમાં તેના ક્લિનીકલ ટ્રાયલના પરિણામો ઝડપથી જાહેર કરવામાં આવશે.
AYUSH 64 એ એક હર્બલ દવા છે અને તેનું સંશોધન કેન્દ્રીય આયુર્વેદિક વિજ્ઞાન અનુસંધાન પરિષદ કરી રહી છે. આ દવા સામાન્ય થી મધ્યમ સ્તરના કોરના સંક્રમણના ઉપચાર માટે અસરકારક સાબિત થશે.
માસ્ક જ મોટું હથિયાર
કોરોના મહામારી વચ્ચે માસ્કના મહત્વ અંગે વાત કરતા કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડૉ હર્ષવર્ધને કહ્યું કે કોવિડ સામેની લડાઇમાં માસ્ક જ મોટું હથિયાર છે. મન પડે તેમ કરીએ પરંતુ કોવિડ અનુરૂપ વ્યવહાર ન ચૂકશો. 2 ગજનું અંતર ના ભૂલવું જોઇએ અને જો સામાન્ય લક્ષણો પણ જણાય તો પણ ટેસ્ટ કરાવવો અનિવાર્ય છે.
(સંકેત)