1. Home
  2. ગુજરાતી
  3. સુપ્રીમની ફટકાર બાદ હવે કોરોનાથી મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને અપાશે 50 હજાર રૂપિયાનું વળતર
સુપ્રીમની ફટકાર બાદ હવે કોરોનાથી મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને અપાશે 50 હજાર રૂપિયાનું વળતર

સુપ્રીમની ફટકાર બાદ હવે કોરોનાથી મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને અપાશે 50 હજાર રૂપિયાનું વળતર

0
Social Share
  • સુપ્રીમ કોર્ટની ફટકાર બાદ હવે કોરોનાથી મૃત્યુ પામેલાના પરિવારને અપાશે વળતર
  • કોરનાથી મૃત્યુ પામેલાના પરિવારજનોને 50 હજાર રૂપિયાનું વળતર અપાશે
  • આ પૈસા રાજ્યના ડિઝાસ્ટર મેનેજમેન્ટ કોષમાંથી મળશે

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટની ફટકાર બાદ હવે કોરોનાથી મૃત્યુ પામેલા વ્યક્તિના પરિવારજનોને સરકાર વળતર પૂરું પાડશે. નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએ સુપ્રીમ કોર્ટને આ વાતની જાણકારી આપી છે. દરેક મોત માટે પરિવારને 50 હજારનું વળતર આપવામાં આવશે. આ પૈસા રાજ્યના ડિઝાસ્ટર મેનેજમેન્ટ કોષમાંથી મળશે. હકીકતમાં કોર્ટ ન્યૂનતમ વળતર પર ગાઇડલાઇન માટે કહ્યું હતું.

સુપ્રીમ કોર્ટે 30 જૂને આપેલા પોતાના આદેશમાં કોરોનાથી થયેલા મોત માટે વળતર આપવાનું કહ્યું હતું. કોર્ટે નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીને કહ્યું હતું કે, તે છ સપ્તાહમાં વળતરની રકમ નક્કી કરી રાજ્યોને જાણ કરે. કોર્ટનું માનવું છે કે આ પ્રકારની આપદામાં લોકોને વળતર આપવું સરકારનું કર્તવ્ય છે. પરંતુ વળતરની રકમનો નિર્ણય કોર્ટે સરકાર પર છોડ્યો હતો.

અગાઉ કેસના અરજદારોએ દલીલ કરી હતી કે, મૃતકોના અંતિમ સંસ્કાર માટે સીધા હોસ્પિટલમાંથી લઇ જવામાં આવી રહ્યા છે. ન તો તેનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું છે, ન તો ડેથ સર્ટિફિકેટ લખ્યું છે કે મૃત્યુનું કારણ કોરોના હતું. આવી સ્થિતિમાં જો વળતર યોજના શરૂ કરવામાં આવે તો પણ લોકો તેનો લાભ લઇ શકશે નહીં. આના પર કોર્ટે કહ્યું હતું કે, કોરોનાથી મૃત્યુ પામેલા લોકોના મૃત્યુ પ્રમાણપત્રમાં મૃત્યુનું કારણ સ્પષ્ટ લખવું જોઇએ. પ્રમાણપત્ર મેળવવાની પ્રક્રિયા સરળ હોવી જોઇએ.

સુનાવણી દરમિયાન સરકારે સુપ્રીમ કોર્ટ સમક્ષ કહ્યું હતું કે મૃતકોના સગાને 4 લાખ રૂપિયાનું વળતર આપી શકે નહીં. સરકારની દલીલ સાથે સુપ્રીમ કોર્ટે પણ સહમતિ દર્શાવી હતી. સુપ્રીમે એમ પણ કહ્યું હતું કે, તેમણે પોતે પણ આવી વ્યવસ્થા કરવી જોઇએ જેથી મૃતકના પરિવારજનોને સન્માનજનક રકમ મળવી જોઇએ.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code