
અર્ણબ ગોસ્વામીની મુશ્કેલી વધી, મુંબઇ DCPએ અર્ણબ ગોસ્વામી વિરુદ્વ કરી માનહાનિની ફરિયાદન
- રિપબ્લિક મીડિયાના એડિટર અર્ણબ ગોસ્વામીની મુશ્કેલીઓ વધી
- મુંબઇના DCPએ અર્ણબ ગોસ્વામી વિરુદ્વ બદનક્ષીનો કર્યો દાવો
- આ ફરિયાદ ઝોન-9ના ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (ડીસીપી) અભિષેક ત્રિમુખે કરી
નવી દિલ્હી: રિપબ્લિક મીડિયા નેટવર્કના એડિટર અર્ણબ ગોસ્વામીની મુશ્કેલીઓ સતત વધી રહી છે. મુંબઇ પોલીસના ઝોન-9ના ડેપ્યુટી કમિશનરે અર્ણબ ગોસ્વામી, તેની પત્ની સમ્યબ્રતા રાય ગોસ્વામી તેમજ રિપબ્લિક મીડિયા નેટવર્કના ઓનર એઆરજી આઉટલાયર મીડિયા પ્રાઇવેટ લિમિટેડ વિરુદ્વ બદનક્ષીનો દાવો કર્યો છે. બોલિવૂડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુના કેસને લઇને કરવામાં આવેલા અયોગ્ય ટિપ્પણી બદલ તેમણે આ દાવો કર્યો છે.
આ ફરિયાદ ઝોન-9ના ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (ડીસીપી) અભિષેક ત્રિમુખે કરી છે. 14 જૂને સુશાંતનું મૃત્યુ થયું હતું અને બાંદ્રા પોલીસ સ્ટેશનના અધિકારીઓ દ્વારા તેની સૌ પ્રથમ તપાસ કરવામાં આવી હતી. સુશાંત સિંહ રાજપૂત બ્રાંદ્રા ખાતેના તેના ઘરે મૃત હાલતમા મળ્યો હતો અને તેણે આત્મહત્યા કરી હોવાનું કહેવામાં આવે છે.
સરકારી વકીલ દ્વારા દાખલ કરવામાં આવેલા બદનક્ષીના દાવામાં કહેવામાં આવ્યું હતું કે, મહારાષ્ટ્ર સરકારના ગૃહ મંત્રાલય દ્વારા ફરિયાદીને આપવામાં આવેલી મંજૂરીના આધારે તાત્કાલિક આ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. નોંધનીય છે કે આઈપીસીની વિવિધ ધારાઓ અંતર્ગત આ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
(સંકેત)