1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. CAના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર, મે સત્રની પરીક્ષાઓ આ તારીખથી થશે શરૂ
CAના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર, મે સત્રની પરીક્ષાઓ આ તારીખથી થશે શરૂ

CAના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર, મે સત્રની પરીક્ષાઓ આ તારીખથી થશે શરૂ

0
Social Share
  • ICAIએ CA ફાઇનલ, ઇન્ટરમીડિયેટ અને PQC પરીક્ષાઓની તારીખ કરી જાહેર
  • આ પરીક્ષાઓ 5 જુલાઇ 2021 થી શરૂ થશે
  • ICAI CA ફાઇનલ અને CA ઇન્ટરમીડિયેટ પ્રોગ્રામ્સના ઓલ્ડ અને નવા પ્રોગ્રામ માટે પણ 5 જુલાઇથી પરીક્ષા લેવાશે

નવી દિલ્હી: જો તમે પણ CAના વિદ્યાર્થી હોય તો આ મહત્વના સમાચાર તમારા માટે છે. ઇન્સ્ટિટ્યૂટ ઑફ ચાર્ટર્ડ એકાઉન્ટ્સ ઑફ ઇન્ડિયાએ CA ફાઇનલ, ઇન્ટરમીડિયેટ અને PQC પરીક્ષાઓની તારીખો જાહેર કરી છે. આ પરીક્ષાઓ 5 જુલાઇ 2021 થી શરૂ થશે. ICAI CA ફાઇનલ અને CA ઇન્ટરમીડિયેટ પ્રોગ્રામ્સના ઓલ્ડ અને નવા પ્રોગ્રામ માટે પણ 5 જુલાઇથી પરીક્ષા લેવાશે.

ICAI દ્વારા જાહેર કરાયેલી સૂચના અનુસાર, “Chartered Accountant’s Intermediate (Old Scheme), Intermediate (New Scheme) and Final (Old and New Scheme) and Insurance and Risk Management (IRM), Technical Examination and International Taxation-Assessment Test (INTT-AT) May 2021 ની પરીક્ષાઓ હવે વૈશ્વિક સ્તરે 5 જુલાઈ, 2021 ને સોમવારે લેવામાં આવશે. આ પરીક્ષાઓનું વિગતવાર શિડ્યુલ ટૂંક સમયમાં બહાર પાડવામાં આવશે.”

આપને જણાવી દઇએ કે કોરોના મહામારીને ધ્યાનમાં રાખતા, 27 એપ્રિલના રોજ, ICAIએ CAની પરીક્ષાઓ મોકૂફ રાખી હતી. CAની પરીક્ષાઓ મેથી શરૂ થવાની હતી. આ પરીક્ષાઓ 21મેથી 6 જૂન દરમિયાન લેવાની હતી.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code