1. Home
  2. ગુજરાતી
  3. ભારતે મહાસત્તા નહીં પરંતુ વિશ્વ ગુરુ બનવા માટે પ્રતિબદ્વ રહેવું જોઇએ: સંઘ પ્રમુખ ડૉ. મોહન ભાગવત
ભારતે મહાસત્તા નહીં પરંતુ વિશ્વ ગુરુ બનવા માટે પ્રતિબદ્વ રહેવું જોઇએ: સંઘ પ્રમુખ ડૉ. મોહન ભાગવત

ભારતે મહાસત્તા નહીં પરંતુ વિશ્વ ગુરુ બનવા માટે પ્રતિબદ્વ રહેવું જોઇએ: સંઘ પ્રમુખ ડૉ. મોહન ભાગવત

0
  • ભારત વિકાસ પરિષદ દ્વારા ડૉ. સુરજ પ્રકાશ જન્મ શતાબ્દી સમારોહનું આયોજન
  • આ સમારોહ દરમિયાન RSS પ્રમુખ ડૉ. મોહન ભાગવત રહ્યા ઉપસ્થિત
  • ભારતે વિશ્વ ગુરુ બનવાનું છે: ડૉ. મોહન ભાગવત

નવી દિલ્હી: ભારત વિકાસ પરિષદ દ્વારા ડૉ. સુરજ પ્રકાશ જન્મ શતાબ્દી સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન વક્તા તરીકે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મોહન ભાગવત ઉપસ્થિત રહ્યા હતા. તેઓએ તેમના વક્તવ્ય દરમિયાન કહ્યું હતું કે, સમગ્ર વિશ્વમાં સંતુલન માટે વિશ્વને ભારતની જરૂરિયાત છે અને એક પરિવાર બનાવવા માટે ભારત દરેક અન્ય દેશને માર્ગદર્શન આપી શકે છે.

સમગ્ર વિશ્વને એક તાંતણે જોડવા માટે ‘આત્મિયતા કા વિકાસ….આ જ ભારત છે.’ મંત્ર દરેકએ અપનાવવો આવશ્યક છે.

તેઓએ મહાસત્તાઓને લઇને કહ્યું હતું કે, જે દેશો મહાસત્તા રહ્યા છે તેઓએ માત્રને માત્ર વિશ્વ પર પ્રભુત્વ જમાવીને પોતાના જ અંગત હિતોને પૂરા કર્યા છે.

ભારત તે પ્રકારના દેશમાંથી નથી. ભારતના અસ્તિત્વ પાછળનું એક ચોક્કસ કારણ છે. અનેક હુમલાઓ છતાં અમે હિન્દુસ્તાન છીએ. વિશ્વમાં સંતુલન માટે અમારી આવશ્યકતા છે. અમે મહાશક્તિ નથી બની રહ્યા. મહાસત્તાઓ હતી. આપણે વિશ્વગુરુ બનવાની જરૂર છે.

સંપૂર્ણ સંબોધન અહીંયા સાંભળો

તેમણે ઉમેર્યું હતું કે,  અનુકૂળતામાં અહંકારથી દૂર રહેવાની ચિંતા કરવી અનિવાર્ય છે. સુવિધા વધે છે અને કાર્ય માટે સુવિધા હોય છે. સુવિધાની ખરાબ આદત એ છે કે સુવિધા માણસને સુવિધાભોગી બનાવે છે. આપણા જેવા લોકો સમાજમાં ટ્રેન્ડ સેટર્સ હોય છે. સમાજનો નિયમ છે. જે મોટા લોકો છે, શ્રેષ્ઠ છે તે લોકો જેવું આચરણ કરે છે તેવું આચરણ અન્ય લોકો કરે છે. તે જેવું સ્ટાન્ડર્ડ બનાવે છે તેને લોકો ફોલો કરે છે.

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક ડૉ. મોહન ભાગવતે કહ્યું કે, નિ:સ્વાર્થ ભાવે કરાયેલી સેવા જ સાચી સેવા છે. બીજા જ્યાં સુધી દુ:ખી અને અભાવગ્રસ્ત છે ત્યાં સુધી આપણું જીવન અધુરું છે. આ ભાવથી યુક્ત થઇને કરવામાં આવેલી સેવા જ સાચી સેવા છે.

સેવા અંગે વધુ વાત કરતા કહ્યું કે, સેવામાં કોઇપણ પ્રકારના અહમનો ભાવ ના હોવો જોઇએ. આ ત્યારે સંભવ થાય જ્યારે આપણા જૂના સમય અને આપણને અહીંયા સુધી પહોંચાડનારા લોકોના ત્યાગ અને સમર્પણને આપણે યાદ રાખીએ.

ભારત વિકાસ પરિષદના ‘ભારતના બનો, ભારતને માનો, ભારતને જાણો’ વાક્યનું અર્થઘટન કરતા તેઓએ કહ્યું કે, વિકાસ સર્વાંગી હોવો જોઇએ. વિશ્વ માટે વિકાસની વ્યાખ્યા ધન, શક્તિ અને સંસાધન છે. પરંતુ ભારતની વિકાસ અવધારણા અલગ છે. ભારતનું માનવું છે કે માત્ર મારો અને મારા પોતાના લોકોનો જ નહીં પરંતુ દરેકનો વિકાસ થવો જોઇએ. જો આપણે અન્યનું દર્દ ના સમજી શકીએ તો સાધન સંપન્ન, શિક્ષિત અને શક્તિ સંપન્ન હોવાનું શું ફાયદો.

ભારતનું લક્ષ્ય વિશ્વગુરુ બનવાનું છે. આપણે અન્ય દેશો માટે એક દ્રષ્ટાંત બનીને આપણા જેવા બનાવવા માંગીએ છીએ.

ડૉ. મોહન ભાગવતે ડૉ. સુરજ પ્રકાશના જીવનને પ્રેરક બતાવ્યું અને સાથે જ ભારત વિકાસ પરિષદને સમાજ સેવાના ક્ષેત્રમાં એક પ્રતિષ્ઠિત સંગઠનનો કરાર આપ્યો હતો.

ભારત વિકાસ પરિષદના રાષ્ટ્રીય મહામંત્રી શ્યામ શર્માએ સંગઠનની સ્થાપનાના ઉદ્દેશ્યો પર વિસ્તારપૂર્વક પ્રકાશ પાડ્યો હતો. તેઓએ કહ્યું હતું કે, સંગઠનનો ઉદ્દેશ્ય ભારતીય સમાજનો સર્વાંગી વિકાસ કરવાનો છે. આ વિકાસમાં સામાજીક, સાંસ્કૃતિક, નૈતિક, રાષ્ટ્રીય તેમજ આધ્યાત્મિક દરેક પ્રકારનો વિકાસ સમાવિષ્ટ છે. આ ઉદ્દેશ્ય સાથે પરિષદ સંપન્ન વર્ગોને સમાજના કાર્યો માટે પ્રેરિત કરીને સેવા, સંસ્કાર અને જરૂરિયાતમંદ લોકોના ઉત્થાન માટે કાર્ય કરે છે.

ગ્રંથ લોકો વાંચે તો મુંઝવણ અનુભવે છે. ઉપદેશ એક જ હોય છે અને તેનું અર્થઘટન અલગ અલગ થાય છે. ડૉ. સુરજ પ્રકાશજીએ વિચાર્યું કે આપણા પ્રબુદ્વજનોએ એક દિશા મળવાની સંભાવના છે.  આ સંગઠન શરૂ કર્યું. ભારત વિકાસ પરિષદની સ્થાપના કરી. ડૉ. સુરજ પ્રકાશજીએ કહ્યું કે, અમારે કંઇક બનવું છે. ભારત વિકાસ પરિષદમાં ચર્ચા ચાલે છે કે ભારતના બનો, ભારતને માનો અને ભારતને જાણો.

ભારતના બનો ત્યાંથી કામ ચાલુ થાય છે કારણ કે આપણું ભારત વિકાસ પરિષદ છે. ભારત અને વિકાસનો વિશિષ્ટ અર્થ છે. વિકાસની ભારતની એક કલ્પના છે. મનુષ્યએ પ્રકૃત્તિને ઠીક ચલાવવાની છે. માનવતાને ઠીક ચાલવાનું છે. પ્રાણીઓ પર કોઇ જવાબદારી રહેતી નથી. મનુષ્યએ સંવેદના, બુદ્વિથી આગળ જવાનું છે. મનુષ્યએ એટલું આગળ વધવાનું છે કે પ્રાણીથી માનવ, માનવથી માનત્વ અને દેવત્વ. વિકાસનો કોઇ અંત નથી. વિકાસ આપણા આંતરિક જગતનું છે.

વાસ્તવિકમાં સમાજને જેના પાછળ જવાનું છે. જેની પાછળ જવાથી સમાજનું કલ્યાણ થશે અને ધર્મ સમજાશે તેવું પહેલા બનવું પડશે. ભારતના બનો કારણ કે ભારત તેના માટે જ છે. ભારતના પ્રાણ અસ્તિત્વમાં એકત્વને જોયું એ છે. મનુષ્યનો વિકાસ એટલે કે વિશ્વ સાથે એકાત્મ કેળવાય એ છે. આપણે સ્વામી વિવેકાનંદને એટલે ઓળખીએ છીએ કારણ કે તે હંમેશા અન્ય માટે જીવ્યા અને માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું.

ભારત વિકાસ પરિષદમાં પણ એ કાર્યપ્રણાલીનું પ્રતિબિંબ જોવા માંગે છે. દેશને આગળ વધવાનું છે. ભારત ક્યાં પ્રયોજનથી આ વિશ્વમાં છે. યુનાન, મિશ્ર નષ્ટ થયા. આક્રમણના પ્રભાવ અનેક જગ્યાએ જોવા મળે છે. મિશ્રનું ઇજિપ્ત બની ગયું. દરેક પ્રકારના આક્રમણનો સામનો કરીને પણ હિંદુસ્તાન જીવિત છે. ભારત વિશ્વગુરુ બનશે. દરેક બાબતોમાં ભારતનો વિક્રમ રહેશે. આર્થિક બળ, સામરિક બળ, પ્રકૃતિ પર્યાવરણ એમ દરેક બાબતમાં ભારત નંબર વન રહેશે. પરંતુ સમગ્ર દુનિયા આપણા જેવી બને, આપણે ત્યાંથી શીખે અને આપણું જેવું આચરણ કરે તે જરૂરી છે. દરેક દેશમાંથી લોકો અહીંયા આવીને ચરિત્રની શિક્ષા લઇને પોતાની પ્રકૃત્તિ, પૂજા, ભાષા અનુસાર આ શાશ્વત તત્વોનો આધાર પર માનવતાપૂર્ણ જીવનનું પોતાના દેશમાં નિર્માણ કરશે. ભારત વર્ષને ઉન્નત થવાનું છે. ભારત વર્ષની ઉન્નતિ માટે ભારતનો વિકાસ થવો જોઇએ અને તેના માટે ભારતના વિકાસ જે પરિષદને કરવાનો છે તેને તે વિકાસનું ઉદાહરણ બનવાનું છે. આ માટે આ સંગઠનનું કામ ચાલે છે. આ આજ ગતિથી વધે અને ગંતવ્ય પ્રાપ્ત કરે તે હેતુસર પરિષદના દરેક કાર્યકર્તાઓ ડૉ. સુરજ પ્રકાશજીના જીવનનું અનુકરણ કરવાની બુદ્વિ હોય તે માટે જન્મ શતાબ્દી મનાવવામાં આવી.

આપણે વિશ્વને આપણા જેવું બનવા માટે કહેવાની જરૂર નથી. વિશ્વભરના લોકોએ જાતે જ આ વસ્તુ શીખવી જોઇએ. ત્યારબાદ તેઓ પોતાના દેશમાં પરત ફરીને તેઓની સંસ્કૃતિ અને ધાર્મિક રીતિ રિવાજો પ્રમાણે માનવતાના પાઠ શીખવાડી શકે છે.

ભાગવતે ઉમેર્યું હતું કે, ભારત વિશ્વને એક દૃષ્ટિકોણ આપી શકે છે.

ચરિત્ર નિર્માણ માટે લોકોએ ભારતની મુલાકાત લેવી જોઇએ અને આપણે હૃદય જીતીશું એ આપણી પ્રતિબદ્વતા હોવી જોઇએ. આપણે દ્રષ્ટાંતરૂપ બનવા જોઇએ. આ માટે જ આ સંસ્થા કાર્યરત છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, સંઘના તૃતીય સરસંઘચાલક બાલાસાહબ દેવરસની પ્રેરણાથી સ્વર્ગીય સુરજ પ્રકાશજીએ પોતાના મિત્રો તેમજ સહયોગીઓ સાથે ગહન વિચાર મંથન બાદ સમાજના સંપન્ન વર્ગના લોકોને દેશના ગરીબ, પછાત અને વંચિત લોકોની સેવા માટે પ્રેરિત કરતા વર્ષ 1963માં ભારત વિકાસ પરિષદની સ્થાપના કરી હતી. આજે સંગઠન દેશભરમાં 1500થી વધુ શાખાઓ તેમજ 75 હજારથી વધુ કાર્યકર્તાઓના અનેક કાર્યોથી દેશના સર્વાંગી વિકાસમાં કાર્યરત છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.