1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. વીમાધારકોને મળી શકે છે ડિજીલોકરની સુવિધા, જાણો તમને કેવી રીતે થશે ફાયદો
વીમાધારકોને મળી શકે છે ડિજીલોકરની સુવિધા, જાણો તમને કેવી રીતે થશે ફાયદો

વીમાધારકોને મળી શકે છે ડિજીલોકરની સુવિધા, જાણો તમને કેવી રીતે થશે ફાયદો

0

નવી દિલ્હી: વીમા ક્ષેત્રના નિયામક ઇરડાએ વીમા કંપનીઓને પોતાની પોલિસીધારકોને ડિજીટલ પોલિસી જારી કરવા અને તેનો ઉપયોગ કરવાની રીત જણાવવા કહ્યું છે.

આ અંગે નિયામકે જણાવ્યું હતું કે, આ પગલું ન ફક્ત ખર્ચ ઓછો કરશે પરંતુ દાવાને પહોંચી વળવાની પ્રક્રિયાને ઝડપી બનાવશે. ભારતીય વીમા વિનિયામક પ્રાધિકરણ (ઇરડાએ) એ જીઆઇસી આરઇ, લાયડ્સ (ઇન્ડિયા) અને એફઆરબી (વિદેશી રી-ઇન્શ્યોરન્સ બ્રાન્ચ)ને છોડીને તમામ વીમા કંપનીઓને જારી પરિપત્રમાં કહ્યું છે કે તે ડિજી લોકર ખર્ચમાં કાપ મુકશે.

ખાસ કરીને આ પોલિસી કોપીની ડિલીવરી ન થવાના સંબંધિત ગ્રાહકોની ફરિયાદને દૂર કરવા, વીમા સેવાઓના તેજ પ્રસંસ્કરણ, શીઘ્રતાના દાવાને પહોંચી વળવા, વિવાદો ઘટાડવા, છેતરપિંડી પર અંકુશ, ઉપભોક્તાઓ સુધી યોગ્ય પહોંચ સહિત અનેક સુધારાના માર્ગ પ્રશસ્ત કરશે. ઇરડાએ કહ્યું કે તેનાથી ઉપભોક્તાઓને સારો અનુભવ મળશે.

બિન જીવન વીમા કંપનીઓના સફળ પ્રત્યક્ષ પ્રીમિયમ સંગ્રહ જાન્યુઆરીમાં 6.7 ટકા વૃદ્ધિની સાથે 18,488.06 કરોડ રુપિયા પર પહોંચી ગયા. વીમા નિયામક ઈરડાના આંકડામાં આની જાણકારી મળી. ભારતીય વીમા વિનિયામક પ્રાધિકરણ(ઇરડા)ના આંકડા અનુસાર, તમામ બિન જીવન વીમા કંપનીઓ ગત વર્ષ આ મહિનામાં 17,333.70 કરોડ રુપિયાના પ્રત્યક્ષ પ્રીમિયમ જમા કર્યા છે.

જોકે ખાનગી ક્ષેત્રના 5 સ્વાસ્થ્ય વીમા કર્તાઓએ પ્રીમિયમ અંડરરાઈટિંગમાં જાન્યુઆરીમાં 1.34 ટકાનો સામાન્ય ઘટાડો નોંધાયો હતો અને આ 1,510.20 કરોડ રુપિયા પર આવી ગયો. જ્યારે એક વર્ષ પહેલા આ 1530.70 કરોડ રુપિયા હતો.

(સંકેત)

LEAVE YOUR COMMENT

Your email address will not be published.