1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ભારતીય કિસાન સંઘના નેતા અને RSSના સ્વયંસેવક જીવણભાઇ પટેલનું નિધન, સીએમ રૂપાણીએ આપી શ્રદ્વાંજલિ
ભારતીય કિસાન સંઘના નેતા અને RSSના સ્વયંસેવક જીવણભાઇ પટેલનું નિધન, સીએમ રૂપાણીએ આપી શ્રદ્વાંજલિ

ભારતીય કિસાન સંઘના નેતા અને RSSના સ્વયંસેવક જીવણભાઇ પટેલનું નિધન, સીએમ રૂપાણીએ આપી શ્રદ્વાંજલિ

0
Social Share
  • જીવણદાદા તરીકે ઓળખાતા કિસાન સંઘના જીવણભાઇ પટેલનું નિધન
  • ગુજરાતના સીએમ વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલએ શ્રદ્વાંજલિ આપી
  • ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે પણ તેમને શ્રદ્વાંજલિ આપી

જીવણદાદા તરીકે ઓળખાતા જીવણભાઇ પટેલનું આજે નિધન થયું છે. ગુજરાતના ખેડૂતો પર જીવણભાઇ પટેલ સારી પકડ ધરાવતા હતા. કિસાન સંઘના રાષ્ટ્રીય નેતા અને ગુજરાતના લાખો ખેડૂતોના માર્ગદર્શક તેમજ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્વયંસેવક જીવણભાઇ પટેલે આજે અંતિમ શ્વાસ લીધા હતા. તેમના નિધનના સમાચાર પર ગુજરાતના સીએમ વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ તેમજ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે તેમને શ્રદ્વાંજલિ અર્પણ કરી હતી.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જીવણભાઇ પટેલેને શ્રદ્વાંજલિ આપતા કહ્યું હતું કે ગુજરાત રાજ્યમાં ખેડૂતોના તેમજ કેતીના હિત માટે મજબૂત સંગઠનનો પાયો નાખનાર ભારતીય કિસાન સંઘના જીવણભાઇ પટેલના દુ:ખદ અવસાનથી શોકમગ્ન છું. પરમ કૃપાળુ પરમાત્મા તેમના દિવ્ય આત્માને સદ્વતિ અર્પે તેમજ પરિવારને આ દુ:ખ સહન કરવાની શક્તિ આપે.

મહત્વનું છે કે, ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ જ્યારે નવા નિમાયા હતા ત્યારે તેઓ કિસાન સંઘની ઓફિસે ગયા હતા. પાટીલ ગાંધીનગરમાં કિસાન સંઘના કાર્યાલય બલરામ ભવન પહોંચી ગયા હતા અને ભવનમાં હાજર કિસાન સંઘના વરિષ્ઠ નેતા તથા ‘જીવણદાદા’ ના આશીર્વાદ પણ લીધા હતા.

(સંકેત)

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code