
- દેશના પેન્શન ધારકો માટે મહત્વના સમાચાર
- હવે પેન્શનર્સ NPSમાં જમા સંપૂર્ણ નાણાં ઉપાડી શકશે
- તેઓ એન્યુઇટી પ્લાન ખરીદ્યા વિના તેમના સંપૂર્ણ નાણાં ઉપાડી શકે છે
નવી દિલ્હી: દેશના પેન્શન ધારકો માટે સારા સમાચાર છે. પેન્શન ફંડ રેગ્યૂલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઑથોરિટીએ નેશનલ પેન્શન સિસ્ટમના સબ્સ્ક્રાઇબર્સને તેમના સંપૂર્ણ નાણા ઉપાડવાની મંજૂરી આપી છે. અર્થાત્, હવે NPS સબ્સ્ક્રાઇબર્સ પેન્શન ખાતામાંથી પૂરી રકમ ઉપાડી શકશે. PFRDA અનુસાર, જેની કુલ પેન્શન કોર્પસ 5 લાખ રૂપિયા કે તેનાથી ઓછી છે, તેઓ એન્યુઇટી પ્લાન ખરીદ્યા વિના તેમના સંપૂર્ણ નાણાં ઉપાડી શકે છે.
PFRDA અનુસાર, પેન્શન ફંડમાંથી સમય પહેલા ઉપાડની મર્યાદા પણ હાલના 1 લાખ રૂપિયાથી વધારીને 2.5 લાખ રૂપિયા કરી દેવામાં આવી છે. રાષ્ટ્રીય પેન્શન સિસ્ટમ એટલે કે એનપીએસમાં જોડાવા માટેની ઉપલી વયમર્યાદા હવે ઘટાડીને 70 વર્ષ કરવામાં આવી છે અને બહાર નીકળવાની મર્યાદા 75 વર્ષ કરાઇ છે.
નોંધનીય છે કે, એનપીએસ એક સરકારી નિવૃત્તિ બચત યોજના છે, જે 2004 માં કેન્દ્ર સરકારે શરૂ કરી હતી. વર્ષ 2009 થી આ યોજના ખાનગી ક્ષેત્રમાં કાર્યરત લોકો માટે પણ શરૂ કરવામાં આવી હતી.