1. Home
  2. ગુજરાતી
  3. રાહુલ ગાંધીનો પીએમ મોદી પર શાબ્દિક પ્રહાર, પીએમ મોદી સાયલન્ટ છે

રાહુલ ગાંધીનો પીએમ મોદી પર શાબ્દિક પ્રહાર, પીએમ મોદી સાયલન્ટ છે

0
Social Share
  • કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનો પીએમ મોદી પર શાબ્દિક પ્રહાર
  • પીએમ મોદી સાયલન્ટ પણ છે
  • પીએમ મોદી વાયલન્ટ પણ છે

નવી દિલ્હી: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અનેકવાર મોદી સરકાર પર શાબ્દિક પ્રહારો કરતા હોય છે ત્યારે રાહુલ ગાંધીએ ફરી એકવાર પીએમ મોદી પર કટાક્ષ કર્યો છે. રાહુલ ગાંધીએ પીએમ મોદી પર શાબ્દિક પ્રહારો કરતાં તેઓને સાયલન્ટ અને વાયોલન્ટ પીએમ ગણાવ્યા છે.

રાહુલ ગાંધીએ પીએમ મોદી પર નિશાન સાધ્યું હતું કે, વધતી મોંઘવારી, બેકારી, તેલના ભડકે બળતા ભાવ, ભાજપના કાર્યકરોની હત્યા પર પીએમ મોદી ચૂપ રહે છે અને જ્યારે તેમની સાચી ટીકા થાય છે અને તેમના મિત્રો પર સવાલ પૂછવામાં આવે છે ત્યારે પીએમ વાયોલન્ટ થઇ જાય છે.

લખીમપુરમાં થયેલી હિંસા અને ખેડૂતોના મોત બાદ અનેક વિપક્ષી દળો મોદી સરકાર પર નિશાન સાધી રહ્યા છે. કોંગ્રેસે પણ આક્રમક વલણ અપનાવ્યું છે. રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી આ ઘટના પર સતત નિવેદન આપી રહ્યા છે. રાહુલ ગાંધીએ કહ્યુ હતું કે, આજે ભોજન કરતી વખતે એ અન્નદાતા અંગે વિચારજો, જે દેશનું પેટ ભરવા માટે પોતાના લોહી પરસેવાને વહાવે છે અને તેમને ન્યાય અપાવવાની આપણી ફરજ છે.

નોંધનીય છે કે, બીજી તરફ દેશમાં મોંઘવારી પણ સતત વધી રહી છે. એક તરફ દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવ 100 રૂપિયાને પાર થઇ ચૂક્યા છે ત્યારે ઘરેલુ ગેસના ભાવમાં પણ તેજી જોવા મળી રહી છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code