1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. અખિલ ભારતીય પ્રતિનિધિ સભાનો પ્રસ્તાવ 2: કોરોના મહામારીના સંકટકાળ દરમિયાન એકજૂટ લડત આપતું ભારત
અખિલ ભારતીય પ્રતિનિધિ સભાનો પ્રસ્તાવ 2: કોરોના મહામારીના સંકટકાળ દરમિયાન એકજૂટ લડત આપતું ભારત

અખિલ ભારતીય પ્રતિનિધિ સભાનો પ્રસ્તાવ 2: કોરોના મહામારીના સંકટકાળ દરમિયાન એકજૂટ લડત આપતું ભારત

0
Social Share
  • રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની અખિલ ભારતીય પ્રતિનિધિ સભાનો બીજો પ્રસ્તાવ
  • કોરોના મહામારી દરમિયાન એકજૂટ થઇને ભારતે લડત આપી છે
  • શ્રમિક ટ્રેન, વંદેભારત મિશન અને કોરોના રસીકરણ અભિયાન ખરા અર્થમાં સરાહનીય

બેંગ્લુરુ: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની અખિલ ભારતીય પ્રતિનિધિ સભા, વૈશ્વિક મહામારી કોવિડ-19ના પડકારના સંદર્ભમાં ભારતીય સમાજના ઉલ્લેખનીય, સમન્વિત તેમજ સમગ્ર પ્રયાસોને ધ્યાનમાં લેતા તેમજ તેની ગંભીર અસરોને નિયંત્રણમાં રાખવાના ઉદ્દેશ્યથી પ્રત્યેક વર્ગ દ્વારા અદા કરવામાં આવેલી ભૂમિકા માટે તેઓને હાર્દિક અભિનંદન પાઠવે છે.

ગત વર્ષે કોરોના મહામારીની દસ્તક દેતાની સાથે જ કેન્દ્ર અને રાજ્યનું પ્રશાસન સતર્ક થઇને સક્રિય થઇ ચૂક્યું હતું. સામાન્ય નાગરિકોને આ રોગના લક્ષણોથી અવગત કરવા તેમજ તેનાથી બચવા માટેના ઉપાયોથી લોકોને અવગત કરાવવાના હેતુસર દેશભરમાં વિભિન્ન મીડિયાના સકારાત્મક સહયોગ દ્વારા એક વ્યાપક જનજાગરણનો કાર્યક્રમ થયો.

પરિણામસ્વરૂપ સમગ્ર દેશે એકજૂટ થઇને નિર્ધારિત નિયમોનું ચુસ્તપણે પાલન કર્યું અને પ્રારંભિક સંકટકાળમાં અનુમાનિત આપત્તિથી આપણે બચી શક્યા. કોરોનાની મહામારી દરમિયાન ફ્રન્ટલાઇન વર્કર્સ જેમ કે ડોક્ટર્સ, નર્સો, સ્વાસ્થ્ય કર્મીઓએ કોરોના સંક્રમિત દર્દીઓની સારવાર દરમિયાન સક્રિય ભૂમિકા નિભાવી. સમાજના અનેક વર્ગો જેમ કે સુરક્ષાદળો, વહીવટી કર્મીઓ, આવશ્યક સેવાઓ તેમજ નાણાકીય સંસ્થાઓની સંલગ્ન કર્મચારીઓ સહિત, સંગઠિત તેમજ અસંગઠિત ક્ષેત્રથી સંબંધિત અનેક સમૂહોની સક્રિયતાને કારણે આ પડકારજનક સમયમાં પણ દૈનિક જીવન વિના વિધ્ન કે વિક્ષેપે અવિરત ચાલતું રહ્યું. આ દરેક કાર્યો તેમજ વિભિન્ન વહીવટી શાખાઓ દ્વારા કરાયેલા સમન્વિત પ્રયાસો તેમજ શ્રમિક ટ્રેન, વંદેભારત મિશન તેમજ વર્તમાનમાં ચાલી રહેલા કોરોના રસીકરણ અભિયાન એ ખરા અર્થમાં સરાહનીય છે.

વૈશ્વિક મહામારી સામે નિ:સ્વાર્થપણે લડીને પણ પોતાના કર્તવ્યનું પાલન કરવા દરમિયાન અનેક કોરોના યોદ્વાઓએ પોતાના જીવનનું બલિદાન આપ્યું. અખિલ ભારતીય પ્રતિનિધિ સભા હૃદયપૂર્વક તેઓના સાહસ તેમજ બલિદાનને યાદ કરીને પોતાની કૃતજ્ઞતા વ્યક્ત કરે છે. આ કોરોના મહામારીના સંકટકાળ દરમિયાન હજારો સંક્રમિત લોકો મૃત્યુ પામ્યા. આપણે એ દિવંગત આત્માઓને શ્રદ્વાસુમન અર્પિત કરતા તેઓને શોકાતુર પરિવારો પ્રત્યે હાર્દિંક સંવેદના વ્યક્ત કરીએ છીએ.

ભારતના સંપૂર્ણ સમાજે આ અનઅપેક્ષિત કાળચક્રથી પીડિત કરોડો લોકોનું રાશન, તૈયાર ભોજન, સ્વાસ્થ્ય સેવા, પરિવહન સેવા, આર્થિક સહાયતા એમ અનેક માધ્યમોથી સહયોગ, આત્મીયતા તેમજ સામાજીક એકજૂટતાની એક નવી ગાથાનું નિર્માણ કર્યું છે. વિવિધ ધાર્મિક, સામજીક સંગઠનોએ જરૂરિયાતમંદોના ઘર સુધી પહોંચીને તેઓના આવશ્યક સેવાઓ પ્રદાન કરી. અખિલ ભારતીય પ્રતિનિધિ સભા આ દરેક સંસ્થાઓ તથા વ્યક્તિઓએ નિ:સ્વાર્થપણે અદા કરેલી ભૂમિકા તેમજ આત્મીયતાપૂર્વકના વ્યવહાર માટે તેઓનો આભાર વ્યક્ત કરે છે.

કોવિડ મહામારીને કારણે લાગૂ થયેલા લોકડાઉનમાં પ્રવાસી શ્રમિકો સહિત સમાજના એક મોટા વર્ગને અનેક સંકટો તેમજ પડકારો સામે ઝઝુમવાની નોબત આવી. પરંતુ આપણા સમાજે નોંધનીય ધૈર્ય તેમજ અસાધારણ સાહસનો પરિચય આપતા આ વિષમ પરિસ્થિતિનો સામનો કર્યો. ચિકિસ્તા સુવિધાઓની અપર્યાપ્તા અને નગરોથી શ્રમિકોના સ્થળાંતર સહિત દરેક અનુમાનો છતાં ગ્રામીણ ક્ષેત્રમાં સ્થિતિ નિયંત્રણમાં રહી.

આ મહામારી દરમિયાન કૃષિ ઉત્પાદન સામાન્ય કરતાં વધુ થયું અને ઉદ્યોગ જગત સહિત આર્થિક પરિદૃશ્ય પણ ઉત્સાહજનક છે. વેંટિલેટર, પીપીઇ કિટ, કોરોનાના તપાસની ટેકનિક, સસ્તી સ્વદેશી વેક્સીનનું નિર્માણ જેવા કાર્યો દ્વારા આપણે આ આપદાને પણ અવસરમાં તબદિલ કરવામાં સફળ રહ્યા.

આ વૈશ્વિક સંકટના સમયમાં ભારતે પોતાની વસુધૈવ કુટુમ્બકમની પરંપરાને અનુરૂપ પ્રારંભિક કાળમાં અનેક દેશોને હાઇડ્રોક્સિક્લોરોકિવન તેમજ આવશ્યક વસ્તુઓની આપૂર્તિ, વેક્સીન અભિયાન દ્વારા વિશ્વના અનેક દેશોને સહયોગ કર્યો. ભારત દ્વારા કરવામાં આવેલા આ ઉત્કૃષ્ય કાર્ય માટે વિશ્વના અનેક દેશોએ ભારતની પ્રશંસા કરી.

આ મહામારી દરમિયાન આપણને આપણી વૈશ્વિક દૃષ્ટિ, સદીઓ ચાલી આવતી પરંપરા તેમજ વિકેન્દ્રિત ગ્રામીણ અર્થવ્યવસ્થાની શક્તિ તેમજ સામર્થ્યની પણ અનુભૂતિ થઇ છે. પરંપરાગત પ્રણાલી અનુસાર આપણો દૈનિક વ્યવહાર, પરિવાર સાથે વ્યતિત ગુણવત્તાસભર સમય, સંયમિત ઉપભોગ પર આધારિત સ્વસ્થ જીવનશૈલી, પારંપરિક ભોજન શૈલી તેમજ ઔષધીઓના સેવનથી રોગપ્રતિકારક શક્તિ વધારવી, યોગ વગેરેથી સકારાત્મક પરિણામ હાંસલ કરવામાં સફળતા પ્રાપ્ત થઇ છે.

અખિલ ભારતીય પ્રતિનિધિ સભાને પૂર્ણ વિશ્વાસ છે કે ભારતીય સમાજ સતત દૃઢતા તેમજ નિશ્વયની સાથે આ મહામારીના દુષ્પ્રભાવોથી મુક્ત થઇને ત્વરિત જ સામાન્ય જીવનને પ્રાપ્ત કરશે. આપણે દરેક લોકોએ એ ધ્યાન રાખવાનું છે કે કોરોનાના સંકટ વિશ્વમાંથી હજુ સંપૂર્ણપણે ટળ્યું નથી. આ સંકટકાળને જોતા સમાજનો દરેક વર્ગ કોરોનાની ગાઇડલાઇન્સનું પાલન કરે તેમજ દિશાનિર્દેશો અનુસરે એવી અપેક્ષા રખાય છે. અખિલ ભારતીય પ્રતિનિધિ સભા સમસ્ત સમાજનું આહવાન કરે છે કે મહામારીના સંકટકાળ દરમિયાન અનુભવો પાસેથી પ્રાપ્ત થયેલા પાઠ જેમ કે સુદૃઢ પરિવાર વ્યવસ્થા, સંતુલિત ઉપભોગ તેમજ પર્યાવરણ સંરક્ષણને વ્યક્તિગત તેમજ સામાજીક જીવનમાં અપનાવતા આત્મનિર્ભરતા તથા સ્વદેશીના મંત્રને જીવનમાં આત્મસાત કરો.

(સંકેત)

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code