
જ્યાં સુધી ચીન પર નિર્ભરતા રહેશે ત્યાં સુધી ભારતે ઝુકવાનો વારો આવશે: સંઘ પ્રમુખ મોહન ભાગવત
- 75માં સ્વાતંત્ર્ય દિવસ પર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રમુખ મોહન ભાગવતનું સંબોધન
- રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રમુખ મોહન ભાગવતે મુંબઇની એક સ્કૂલમાં ધ્વજવંદન કર્યું
- ચીન પરની નિર્ભરતા રહેશે ત્યાં સુધી તેને ઝુકવું પડશે
મુંબઇ: આજે સમગ્ર ભારતમાં 75માં સ્વાતંત્ર્ય દિવસની ઉલ્લાસભેર અને ઉત્સાહપૂર્વક ઉજવણી થઇ રહી છે. સ્વતંત્રતા દિવસના પર્વ પર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રમુખ મોહન ભાગવતે મુંબઇની IES રાજા સ્કૂલમાં ત્રિરંગો ફરકાવ્યો હતો અને ધ્વજવંદન કર્યું હતું. આ દરમિયાન તેઓએ ભારતની આર્થિક સ્વતંત્રતા પર વાત કરી હતી.
સંપૂર્ણ સંબોધન જોવા માટે આ લિંક પર ક્લિક કરો:
સ્વાતંત્રત્ય પર્વ પર RSS વડા મોહન ભાગવતે કહ્યું હતું કે, આપણે ભારતીય મૂળનું ના હોય તેવી ઇન્ટરનેટ અને ટેકનિકલ સુવિધાઓનો ઉપયોગ કરીએ છીએ. આપણે ગમે તેટલો ચિનનો વિરોધ કરીએ કે ચીન વિશે હલ્લાબોલ કરીએ પરંતુ અંતે તો આપણા ઘરમાં જે પણ વસ્તુ આવે છે તે ચીનની બનાવટની જ આવે છે. જ્યાં સુધી ચીન પર નિર્ભરતા રહેશે ત્યાં સુધી ચીન સામે ઝુકવું પડશે.
75वें स्वतंत्रता दिवस के अवसर पर राष्ट्रीय स्वयंसेवक संघ के प. पू. सरसंघचालक डॉ. मोहन भागवत जी ने राजा शिवाजी विद्यालय, दादर (मुंबई) में ध्वज वंदन किया। pic.twitter.com/vPeuQAmBjT
— RSS (@RSSorg) August 15, 2021
તેઓએ સંબોધનમાં કહ્યું કે, સિકંદરના ભારત પર આક્રમણ પહેલા પણ અનેક વખત ભારત પર આક્રમણ થઇ ચૂક્યું છે. તેના પર પૂર્ણવિરામ આપણે 15 ઑગસ્ટના રોજ મૂક્યું. કોઇપણ વિદેશી આક્રમણકારી જ્યારે ભારતની ધરતી પર આક્રમણ કર્યું ત્યારે સંઘર્ષ થતો. લડાઇ કરનારા મહાપુરુષો આપણને પ્રેરણા પૂરી પાડે છે. આજે તેઓનું સ્મરણ કરવું જોઇએ. 15 ઑગસ્ટ, 1947ના રોજ આપણા રાજ્યની પ્રાપ્તિ થઇ જે પહેલા અંગ્રેજોના હાથમાં હતું. આપણે આપણા જીવનને ખુદ ચલાવવા માટે મુક્ત થયા.
તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે, રાષ્ટ્રધ્વજ તરફ જોશું તો આપણે શિસ્ત શીખીશું. રાષ્ટ્રધ્વજમાં ભગવા ત્યાગ, પવિત્રતાની પ્રેરણા આપે છે. તે શીર્ષ પર હોવાથી આપણું લક્ષ્ય એક જ્ઞાન પ્રદાન કરતા સમાજનું નિર્માણ કરવાનું છે. તે માટે ભારતને સ્વતંત્રત કરવાની નેમ લેવી પડશે જે આપણે કરીશું. સત્યતાની શુદ્વતાનું પ્રતીક એટલે સફેદ રંગ.
બીજી તરફ 75માં સ્વાતંત્ર્ય દિવસના પર્વ પર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના માનનીય સરકાર્યવાહી દતાત્રેય હોસબલેએ ભોપાલ સ્થિત અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના પ્રાંત કાર્યાલય ખાતે ધ્વજ વંદન કર્યું હતું.
75वें स्वतंत्रता दिवस के अवसर पर मा. सरकार्यवाह श्री दत्तात्रेय होसबाले जी ने भोपाल में अखिल भारतीय विद्यार्थी परिषद के प्रांत कार्यालय (छात्र शक्ति भवन) पर झंडा वन्दन किया। pic.twitter.com/uXfUXVfzhd
— RSS (@RSSorg) August 15, 2021
નોંધનીય છે કે આ અગાઉ, લાલ કિલ્લા પરથી પીએમ મોદીએ વિસ્તારવાદી નીતિ માટે ચીન અને આતંકવાદના મુદ્દે પાકિસ્તાનને આડે હાથે લીધુ હતું અને કહ્યું હતું કે, ભારત બંને પડકારોનો જડબાતોડ જવાબ આપી રહ્યું છે.
ચીન અને પાકિસ્તાનનું નામ આપ્યા વગર પીએમ મોદીએ કહ્યું કે, જ્યારે આજે વિશ્વ ભારતને એક નવી દૃષ્ટિથી જોઇ રહ્યું છે અને આ દૃષ્ટિના બે મહત્વના પાસા છે. એક આતંકવાદ અને બીજો વિસ્તારવાદ. ભારત આ બંને પડકારોથી લડી રહ્યું છે અને મક્કમતાપૂર્વક અને હિંમત સાથે જવાબ આપી રહ્યું છે.