લખનઉથી પકડાયેલા આતંકીઓ 15 ઑગસ્ટ પહેલા આતંકી હુમલાની ફિરાકમાં હતા: UP ADG પ્રશાંત કુમાર
- લખનઉમાંથી શંકાસ્પદ આતંકીઓની ધરપકડ
 - 15 ઑગસ્ટ પહેલા આતંકી હુમલો કરવાનો હતો પ્લાન
 - UPના એડીજી પ્રશાંત કુમારે કર્યા મહત્વના ખુલાસા
 
નવી દિલ્હી: લખનઉમાંથી આજે કેટલાક શંકાસ્પદ આતંકીઓની ધરપકડ કરવામાં આવી હતી. આ આતંકીઓને લઇને ઉત્તર પ્રદેશના એડીજી પ્રશાંત કુમારે મોટો ખુલાસો કર્યો છે. તેમણે કહ્યું કે, આજે ATSએ મોટા આતંકી ષડયંત્રને નિષ્ફળ બનાવ્યું છે. તેમણે જણાવ્યું હતું કે, અલકાયદા સમર્થિત અંસાર ગજવાતુલ હિંદ સાથે જોડાયેલા બે આતંકીઓની ધરપકડ કરવામાં આવી છે.
એડીજીએ વધુમાં જણાવ્યું હતું કે, આજે ATSએ બે આતંકીઓને દબોચી લીધા છે. અલકાયદાના ઇન્ડિયન સબ કોન્ટિનેટ મોડ્યૂલ 3 સપ્ટેમ્બર 2014માં તત્કાલીન અલકાયદા આકા અલજવાહિરી દ્વારા એલાન કરવામાં આવ્યું હતું. ત્યારે તેનો મુખિયા મૌલાના અસીમ ઉમર હતો. જે ઉત્તર પ્રદેશથી સંભલથી હતો. અમેરિકા અને અફઘાન ઓપરેશનમાં તેનું મોત થયું હતું.
તેના મોત બાદથી અલકાયદાનું ઉત્તર પ્રદેશ મોડ્યૂલ ઉમર હલમુંડી નામના વ્યક્તિ દ્વારા ચલાવવામાં આવી રહ્યું હતું. આ ગતિવિધિઓ પાકિસ્તાન-અફઘાનિસ્તાન બોર્ડર ક્ષેત્રમાં પેશાવાર-ક્વેટ વિસ્તારથી સંચાલિત કરવામાં આવતી હતી. ઉમર હલમુંડીએ અલકાયદાનું મોડ્યૂલ ઉભુ કર્યું હતું.
આ મોડ્યૂલ આતંકી ઘટનાઓને અંજામ આપવા તૈયાર કર્યું હોવાનો તેમણે ખુલાસો કર્યો છે. તેના મુખ્ય સભ્ય મિન્હાઝ, મસીરઉદ્દીન અને શકીલ છે. તેના નામ સામે આવ્યા છે. હલમુંડીના નિર્દેશ પર આ લોકોએ અન્ય સાથીઓની મદદથી 15 ઑગસ્ટ પહેલા ઉત્તર પ્રદેશના અનેકવિધ શહેરો, ખાસ કરીને લખનઉના મહત્વપૂર્ણ સ્થળો, સ્મારકો, ભીડવાળી જગ્યામાં વિસ્ફોટ કરી, માનવ બોમ્બ દ્વારા આતંકી ઘટનાઓને અંજામ આપવાની તૈયારી કરી હતી. તે માટે હથિયાર અને વિસ્ફોટ પણ ભેગા કરાયા હતા.
આ આતંકીઓના તાર જમ્મુ-કાશ્મીર સરહદ પર સક્રિય એક્યૂઆઈએસ મોડ્યૂલ સાથે જોડાયેલા છે. મજ્મુમાં થયેલા એક બ્લાસ્ટ બાદ લખનઉમાં છુપાયેલા આતંકીઓની જાણકારી મળી હતી. સૂટકેસમાં પકડાયેલા બોમ્બ ભરવામાં આવી રહ્યાં છે. મોટી માત્રામાં વિસ્ફોટક સામગ્રી મળી છે
																					
																					
																					
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
																						
																																												
	

