
UNSC: કેટલાક દેશો આતંકવાદ સામે લડવાના આપણા સામૂહિક સંકલ્પને નબળો પાડે છે: એસ. જયશંકર
- અફઘાનિસ્તાનની સ્થિતિ સારી નથી
- UNSCમાં ભારતીય વિદેશ મંત્રી જયશંકરે બેઠક સંબોધિત કરી
- કેટલાક દેશ આપણા આતંકવાદ સામે લડવાના સંકલ્પને નબળો પાડે છે
નવી દિલ્હી: આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષા માટે ખતરારૂપ આતંકી ગતિવિધિઓના સંદર્ભે ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની ઉચ્ચ સ્તરીય બેઠકને સંબોધિત કરી છે. આ દરમિયાન તેઓએ પાકિસ્તાન પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે, કેટલાક એવા દેશ છે જે આતંકવાદને નાથવા માટેના આપણા સંકલ્પને નબળો પાડે છે, તેની મંજૂરી કદાપી આપી શકાય નહીં.
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, ભારત આતંકવાદથી સંબંધિત પડકારો અને ક્ષતિથિ વધી પ્રભાવિત રહ્યું છે. વિશ્વએ આંતકવાદની અનિષ્ય સાથે સમાધાન ના કરવું જોઇએ. આતંકવાદને કોઇ ધર્મ, રાષ્ટ્રીયતા, સભ્યતા કે જાતીય સમૂહ સાથે ના જોડવા જોઇએ.
તેમણે કહ્યું કે, આઈએસઆઈએસનું નાણાકીય સંસાધન એકત્રીકરણ વધુ મજબૂત બન્યું છે, હત્યાઓનું ઇનામ હવે બિટકોઇનના રૂપમાં આપવામાં આવી રહ્યું છે. વિદેશ મંત્રીએ કહ્યું કે, વ્યવસ્થિત ઓનલાઇન પ્રચાર અભિયાનો દ્વારા નબળા યુવાઓને કટ્ટરપંથી ગતિવિધિઓમાં સામેલ કરવા ગંભીર ચિંતાનો વિષય બનેલો છે.
તેમણે ચિંતા વ્યક્ત કરતા કહ્યું હતું કે, અમારા પાડોશમાં ISIL-ખોરાસન સતત વિસ્તાર કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. અફઘાનિસ્તાનમાં થનારી ઘટનાઓએ પ્રાદેશિક તેમજ આંતરરાષ્ટ્રીય સુરક્ષા બંને માટે ચિંતાને સ્વાભાવિક રૂપે વધારી દીધી છે.