1. Home
  2. ગુજરાતી
  3. વર્ષ 2021માં ભારતીયોની સૌથી ફેવરિટ વાનગી રહી સમોસા, બીજા ક્રમે પાઉંભાજી અને ગુલાજાંબુ, જાણો બીજા ક્યા ઓર્ડર વધુ અપાયા?
વર્ષ 2021માં ભારતીયોની સૌથી ફેવરિટ વાનગી રહી સમોસા, બીજા ક્રમે પાઉંભાજી અને ગુલાજાંબુ, જાણો બીજા ક્યા ઓર્ડર વધુ અપાયા?

વર્ષ 2021માં ભારતીયોની સૌથી ફેવરિટ વાનગી રહી સમોસા, બીજા ક્રમે પાઉંભાજી અને ગુલાજાંબુ, જાણો બીજા ક્યા ઓર્ડર વધુ અપાયા?

0
Social Share

નવી દિલ્હી: ભારત ખાવાની અવનવી વાનગીઓ અને વિવિધ પ્રકારના વ્યંજનોના વૈવિધ્ય માટે જાણીતુ છે. ભારતના દરેક શહેરોમાં ખાણીપીણીની અનેક વસ્તુઓમાં વૈવિધ્ય જોવા મળે છે અને સ્વાદિષ્ટ વસ્તુઓ મળે છે.

આ વચ્ચે ભારતમાં વર્ષ 2021માં લોકોએ સૌથી વધારે કઇ વાનગીઓ ઓર્ડર કરી છે તેની જાણકારી એક ફૂડ ડિલિવરી કંપનીએ જાહેર કરી છે. આ લિસ્ટ પ્રમાણે ભારતીયોની સૌથી મનપસંદ વાનગી તરીકે સમોસા પ્રથમ સ્થાને છે. જાણકારી અનુસાર ફૂડ ડિલિવરી કંપનીએ સમોસાના વર્ષ દરમિયાન 50 લાખ જેટલા ઓર્ડર મળ્યા હતા.

ભારતમાં સમોસા બાદ બીજા ક્રમાંકે પાંવ ભાજી છે જેના 21 લાખ ઓર્ડર મળ્યા હતા. ત્યારબાદ આ યાદીમાં ચાસણીમાં તરબોળ એવા ગુલાબ જાંબુ છે. આમ લોકપ્રિયતામાં આ બંને વાનગીઓ બીજા ક્રમાંકે રહી છે.

લોકોને હજુ પણ બિરયાની ભાવે છે. આ વર્ષે દર મિનિટે કંપનીએ બિરયાનીના 115 ઓર્ડર મળ્યા હતા. રાતના 10 વાગ્યા બાદ લોકો મોટા ભાગે ચીઝ ગાર્લિક બ્રેડ, પોપકોર્ન અને ફ્રેન્ચ ફ્રાઇઝ વધારે મંગાવતા હતા.

શાકભાજી અને ફળોની વાત કરવામાં આવે તો ટામેટા, કેળા અને ડુંગળી, બટાકા તેમજ લીલા મરચા ટોપ પાંચમાં છે.લોકોએ ઓનલાઈન એટલા ટામેટા મંગાવ્યા હતા કે, તેનાથી 11 વર્ષ સુધી સ્પેનનો ટોમાટિનો ફેસ્ટિવલ આયોજીત કરી શકાય.

તે ઉપરાંત વર્ષ 2021 દરમિયાન લોકોએ ઇન્સ્ટન્ટ નૂડલ્સના 14 લાખ પેકેટ, ચોકલેટના 31 લાખ પેકેટ અને આઇસ્ક્રીનના 23 લાખ જેટલા ઓર્ડર આપ્યા હતા. જેના પરથી એ ખબર પડે છે કે ભારતીયો ખાવાના કેટલા શોખીન છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code