1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. અમદાવાદમાં IA ટેકનોલોજી ભારતીય શિક્ષણ પ્રણાલીમાં આશીર્વાદ કે અભિશાપ? વિષય ઉપર રાષ્ટ્રીય પરિસંવાદનું આયોજન
અમદાવાદમાં IA ટેકનોલોજી ભારતીય શિક્ષણ પ્રણાલીમાં આશીર્વાદ કે અભિશાપ? વિષય ઉપર રાષ્ટ્રીય પરિસંવાદનું આયોજન

અમદાવાદમાં IA ટેકનોલોજી ભારતીય શિક્ષણ પ્રણાલીમાં આશીર્વાદ કે અભિશાપ? વિષય ઉપર રાષ્ટ્રીય પરિસંવાદનું આયોજન

0
Social Share

અમદાવાદ, 14 માર્ચ 2026: અચલા એજ્યુકેશન ફાઉન્ડેશન ટ્રસ્ટ્ર દ્વારા ‘ A.I. ટેકનોલોજી-ભારતીય શિક્ષણ પ્રણાલીમાં આશીર્વાદ કે અભિશાપ?’ વિષય ઉપર રાષ્ટ્રીય પરિસંવાદ 2026નું આયોજન કરવામાં આવ્યું છે. શહેરના સેટેલાઈટ વિસ્તારમાં શિવાનંદ આશ્રમ સ્થિત ચિદાનંદમ ભવન ખાતે 15મી માર્ચે રવિવારે સવારે 9.30 કલાકથી 2 વાગ્યા સુધી આ કાર્યક્રમ યોજાશે. અદાણી યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર પ્રો.ડો.ધવલભાઈ પુજારા, શ્રી દિવ્યજીવન સાંસ્કૃતિક સંઘના પ્રમુખ અરૂણભાઈ ઓઝા અને અચલા એજ્યુકેશન ફાઈન્ડેશન ટ્રસ્ટના ટ્રસ્ટી ડો.શ્વેતાંક (સંજય) એમ પટેલ અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહેશે.

આ ઉપરાંત વિશિષ્ટ વક્તા તરીકે અમદાવાદ યુનિવર્સિટીના કોમ્પ્યુટર સાયન્સ કોલેજના પ્રોફેસર, લેખક અને કોમ્પ્યુટર વૈજ્ઞાનિક ડો. સંજ્ય ચૌધરી અને આર.સી.ટેકનીકલ કોલેજના આચાર્ય અને અગ્રણી શિક્ષણવિદ ડો.સાગરભાઈ દવે ઉપસ્થિત રહેશે.  આ ઉપરાંત શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગના રાજ્યકક્ષાના મંત્રી શ્રીમતી દર્શનાબહેન વાઘેલા, સિનિયર પત્રકાર-કટાર લેખક પદ્મશ્રી દેવેન્દ્રભાઈ પટેલ અને વત્સલ વિદ્યાગુરુ રતિલાલ બોરીસાગર ખાસ હાજરી આપશે. રાષ્ટ્રીય પરિસંવાદ ઉપરાંત 9 અધ્યાપકોનું અલચા અધ્યાપક સન્માન (2025), 10 મહાનુભાવોનું ડો.મફતલાલ પટેલ સંશોદન પારિતોષિક (2025), 10 શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ તથા 11 આગેવાનોને સારસ્વત એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. આ ઉપરાંત ડો. દિનુભાઈ ચુડાસમા અને પ્રો.ડો. આલોકકુમાર ચક્રવાલને વિશિષ્ટ સન્માન તેમજ શ્રી નારાયણબાઈ કે. પટેલ અને સુશ્રી કમળાબેન પટેલને વિશિષ્ટ પ્રતિભા સન્માનથી સન્માનિત કરવામાં આવશે.

આ પણ વાંચોઃ રાજ્યસભાની ચૂંટણી પહેલા હરિયાણા કોંગ્રેસે 31 ધારાસભ્યોને શિમલા મોકલ્યા

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code