![ઉપહાર સિનેમા અગ્નિકાંડ: પુરાવા સાથે ચેડા કરવા મામલે અંસલ બંધુઓને 7 વર્ષની જેલની સજા](https://www.revoi.in/wp-content/uploads/2021/11/Uphaar.jpg)
ઉપહાર સિનેમા અગ્નિકાંડ: પુરાવા સાથે ચેડા કરવા મામલે અંસલ બંધુઓને 7 વર્ષની જેલની સજા
- ઉપહાર સિનેમા અગ્નિકાંડ મામલે પટિયાલા કોર્ટનો નિર્ણય
- પુરાવા સાથે ચેડા કરવા બદલ અંસલ બંધુઓને 7 વર્ષની જેલ
- તે ઉપરાંત બંને બંધુઓ પર 2.25 કરોડનો દંડ ફટકારાયો
નવી દિલ્હી: દિલ્હીમાં થયેલા ઉપહાર સિનેમા અગ્નિકાંડ મામલે મહત્વના સમાચાર છે. પટિયાલા કોર્ટે આ મામલે હવે પોતાનો નિર્ણય સંભળાવ્યો છે. પુરાવા સાથે ચેડા કરવાના કેસમાં કોર્ટે દોષિતોને સજાની જાહેરાત કરી છે. કોર્ટે દોષિત એવા અસલ બંધુઓને સાત વર્ષની જેલની સજા ફટકારી છે. તે ઉપરાંત બંને બંધુઓ પર 2.25 કરોડનો દંડ પણ ફટકારાયો છે.
આ કેસની વિગતો પર નજર કરીએ તો આ બંને બંધુઓ ઉપરાંત અન્ય બે દોષિતોને IPCની કલમ 409, 120બી હેઠળ પહેલાથી જ દોષિત ઠેરવવામાં આવ્યા હતા. દિલ્હીની પટિયાલા કોર્ટે અંસલ બંધુઓ સહિત તમામ આરોપીઓને સાત વર્ષની જેલની સજા સંભળાવી છે. કોર્ટે તમામ આરોપોને પુરાવા સાથે ચેડા કરવા બદલ દોષિત ઠેરવ્યા છે.
આ કેસમાં પુરાવા સાથે ચેડા કરવાના મામલે કોર્ટ સ્ટાફ દિનેશ ચંદ શર્મા (Dinesh Chand Sharma) ઉપરાંત અંસલ બંધુઓ, પીપી બત્રા, હર સ્વરૂપ પંવાર, અનૂપ સિંહ અને ધરમવીર મલ્હોત્રાનું નામ સામે આવ્યુ હતુ.
નોંધનીય છે કે, ઉપહાર અગ્નિકાંડના પીડિતો તરફથી હાજર રહેલા વકીલ વિકાસ પાહવાએ સુનાવણી દરમિયાન કહ્યું હતું કે, અંસલ બંધુઓ અને એચએસ પંવારે મુખ્ય ઉપહાર કેસમાં CBI દ્વારા એકત્ર કરાયેલા પુરાવાનો નાશ કરવાનું કાવતરું ઘડ્યું હતું. આ દસ્તાવેજોમાંથી મહત્વના દસ્તાવેજો સાથે ચેડા કર્યા હતા અને તેને નષ્ટ કરાયા હતા.