
- કોરોના સામેની લડતને લઇને એક સારા સમાચાર
- ઝાયડસ કેડિલાની કોરોનાની સારવાર માટેની નવી દવાને ડગ્ર કંટ્રોલર જનરલની મંજૂરી
- આ એન્ટીવાયરલથી દર્દીઓની તેજીથી રિકવરીમાં મદદ મળશે
નવી દિલ્હી: હાલમાં કોરોનાની મહામારીએ સમગ્ર ભારતને ઝપેટમાં લીધું છે, ત્યારે તેનાથી બચવા માટે સમગ્ર દેશમાં વેક્સીનેશન અભિયાન પૂરજોશમાં ચાલી રહ્યું છે. આ વચ્ચે ઝાયડસ કેડિલાએ શુક્રવારે જાહેરાત કરી હતી કે, ડ્રગ કંટ્રોલર જનરલ પાસેથી કોવિડ-19 ના સંક્રમણનો ઉપચાર કરવા માટે કંપનીની Virafin દવાનો ઉપયોગ કરવાની મંજૂરી મળી ગઇ છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, ઝાયડસ કેડિલાની વિરાફિન એ એક એન્ટીવાયરલ છે. આ એન્ટીવાયરલથી દર્દીઓની તેજીથી રિકવરી થવામાં મદદ મળશે. તેનાથી અનેક સમસ્યાઓનું નિરાકરણ પણ થશે. કોરોના મહામારીના આ સંકટકાળમાં જ્યારે લોકો મોતને ભેટી રહ્યા છે ત્યારે ઝાયડસ કંપનીની આ દવા એક આશાનું કિરણ બનીને આવી છે.
ઝાયડસ કેડિલાનું આ અંગે કહેવું છે કે, તેમની આ દવા લીધા બાદ 7 દિવસમાં RT-PCR ટેસ્ટ નેગેટિવ આવ્યો છે. આવું 91,15 ટકા દર્દીઓ સાથે થયું છે. કંપનીના દાવા અનુસાર, હળવા લક્ષણો ધરાવતા વયસ્કોની સારવારમાં તે આર્શીવાદરૂપ સાબિત થશે. ખાસ કરીને આ દવા શરીરમાં ઑક્સિજનના સ્તરને જાળવી રાખવામાં લાભદાયી છે.
(સંકેત)