Homeગુજરાતીઈજાને કારણે નીરજ ચોપરા એશિયન ગેમ્સ 2026માંથી બહાર

ઈજાને કારણે નીરજ ચોપરા એશિયન ગેમ્સ 2026માંથી બહાર

નવી દિલ્હી, 29 ઓગસ્ટ 2026: આવતા મહિને જાપાનમાં યોજાનારી એશિયન ગેમ્સ પહેલાં ભારતને મોટો ફટકો પડ્યો છે. દેશ માટે મેડલ જીતવાની મોટી આશા ગણાતા જેવલિન થ્રોઅર નીરજ ચોપરાએ આ રમતોમાંથી ખસી જવાનો નિર્ણય લીધો છે. ઈજાને કારણે તેઓ સ્પર્ધામાં ભાગ લઈ શકશે નહીં. નીરજ ચોપરાએ પોતે શનિવારે ઇન્સ્ટાગ્રામ દ્વારા આ સમાચારની જાહેરાત કરી હતી.

નીરજે જણાવ્યું છે કે લિગામેન્ટની ઈજાને કારણે તે એશિયન ગેમ્સમાં ભાગ લઈ શકશે નહીં. તેણે ડૉક્ટર અને ટીમ સાથે પરામર્શ કર્યા બાદ આ નિર્ણય લીધો છે.

તાલીમ દરમિયાન થયેલી ઈજા

ચોપરાએ લૌઝેન ડાયમંડ લીગમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું અને ઘણી આશાઓ જગાડી હતી; ત્યાં તેમણે આ સિઝનનો તેમનો શ્રેષ્ઠ થ્રો નોંધાવ્યો હતો. આજે એક પોસ્ટમાં નીરજે ખુલાસો કર્યો કે તેમને ઈજા થઈ છે. તેમણે લખ્યું, “ખૂબ મહેનત બાદ… લૌઝેનમાં સિઝનનો શ્રેષ્ઠ થ્રો કર્યા પછી મને લાગ્યું કે હું મારી લય (રિધમ) મેળવી રહ્યો છું. કમનસીબે, ત્યારબાદ તાલીમ દરમિયાન મારા ઘૂંટીના ભાગે લિગામેન્ટ ફાટી જવાની (લિગામેન્ટ ટીયર) ઈજા થઈ. મારા ડૉક્ટર અને ટીમ સાથે ચર્ચા કર્યા પછી, અમે નિર્ણય લીધો છે કે હું બાકીની સિઝનમાં ભાગ નહીં લઉં.”

તેમણે લખ્યું, “આ નિરાશાજનક છે કારણ કે મને લાગતું હતું કે હું મારી લય (રિધમ) પાછી મેળવવાની ખૂબ નજીક હતો. જેમ કહેવાય છે કે, અમુક અવરોધો એ સફરનો જ એક ભાગ હોય છે. અત્યારે મારું ધ્યાન સાજા થવા અને મજબૂત વાપસી કરવા પર છે. તમારા પ્રેમ અને સમર્થન બદલ આભાર.”

સીઝન પૂરી

નીરજની આ પોસ્ટ પરથી સ્પષ્ટ થઈ ગયું છે કે તેની સિઝન પણ હવે સમાપ્ત થઈ ગઈ છે. તાજેતરમાં નીરજનું પ્રદર્શન તેના શ્રેષ્ઠ સ્તરનું રહ્યું ન હતું. ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સમાં તેના ગોલ્ડ મેડલ જીતવાની અપેક્ષા હતી, પરંતુ તે માત્ર સિલ્વર મેડલ જ જીતી શક્યો હતો. બે વખત ઓલિમ્પિક મેડલ જીતનાર આ ખેલાડીના ખસી જવાનો અર્થ એ છે કે એશિયન ગેમ્સમાં ભારતે એક સંભવિત મેડલ ગુમાવ્યો છે. આશા છે કે નીરજ ઝડપથી વાપસી કરશે.

વધુ વાંચો: રશિયાએ યુક્રેનની રાજધાની કિવના બુચા જિલ્લા પર  હુમલો કર્યો, 27 લોકોનાં મોત

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular