
ચારધામના શ્રદ્ધાળુઓ માટે નવી પહેલ – અહી આવનારા યાત્રીઓ મળશે 1 -1 લાખ રુિપાયો વીમો
- ચારધામ શ્રદ્ધાળું માટે નવી પહેલ
- યાત્રીઓને મળશે અકસ્માતનો વિમો
દહેરાદૂન- દેશભરમાંથી ચારધામ માટે શ્રદ્ધાળું આવી પહોંચતા હોય છે ,ભારે ભીજના કારણ અકસ્માત કે હાર્ટએટેક થી ઘણ ાલોકો મોતને પમ ભેટચે છે, જો કે હવે અહી આવતા શ્રદ્ધાળું માટે એક નવી પહેલ કરવામામ આવી છે.,જે મુજબ હવે ચાર ધામ યાત્રાના ભક્તોને વીમા કવચ મળશે.
ચારધામ યાત્રા પર આવનારા યાત્રિકોને પ્રથમ વખત એક લાખનું વીમા કવચ આપવામાં આવ્યું છે. બદ્રીનાથ, કેદારનાથ, ગંગોત્રી અને યમુનોત્રી સંકુલમાં જો કોઈ દુર્ઘટનાને કારણે તીર્થયાત્રીનું મૃત્યુ થાય છે, તો મંદિર સમિતિ માનવ ઉત્થાન સેવા સમિતિના સહયોગથી વીમાની સુવિધા આપશે. વીમાની રકમ યુનાઈટેડ ઈન્ડિયા ઈન્સ્યોરન્સ કંપની દ્વારા ચૂકવવામાં આવશે.
માનવ ઉત્થાન સેવા સમિતિના સ્થાપક ઉત્તરાખંડના પર્યટન અને સંસ્કૃતિ મંત્રી સતપાલ મહારાજ છે. આ વાતની પુષ્ટિ કરતા સતપાલ મહારાજે જણાવ્યું હતું કે તેમના પિતા હંસજી મહારાજ અને માતા રાજરાજેશ્વરી દેવીની પુણ્ય સ્મૃતિમાં ચારધામ યાત્રા દરમિયાન અકસ્માતનો ભોગ બનેલા લોકોને વીમા કવચ આપવામાં આવશે.
કેદારનાથ-બદ્રીનાથ મંદિર સમિતિના પ્રમુખ અજેન્દ્ર અજયે આ પહેલ માટે સતપાલ મહારાજ અને માનવ ઉત્થાન સેવા સમિતિનો આભાર વ્યક્ત કર્યો. ઉલ્લેખનીય છે કે 3 મેથી શરૂ થયેલી ચારધામ યાત્રા દરમિયાન અત્યાર સુધીમાં 110થી વધુ શ્રદ્ધાળુઓના મોત થયા છે.