Site icon Revoi.in

અમદાવાદમાં કાલે ગુરૂવારથી રેલવેનું નવુ ટાઈમ ટેબલ, અનેક ટ્રેનોના સમયમાં ફેરફાર

Social Share

અમદાવાદ, 31 ડિસેમ્બર 2025: New railway time table in Ahmedabad from tomorrow પશ્વિમ રેલવે દ્વારા આવતી કાલે તા. 1લી જાન્યુઆરી-2026થી ટ્રેનોનું નવુ ટાઈમ અમલમાં આવશે. જેમાં અમદાવા રેલવે ડિવિઝનની અનેક ટ્રેનોના સમયમાં ફેરફાર કરાયો છે.  કેટલીક ટ્રેનોની ગતિ વધારવામાં આવતા હવે આ ટ્રેનો પોતાના વર્તમાન નિર્ધારિત સમય કરતાં વહેલા પોતાના સ્થળ પર પહોંચશે. 23 ટ્રેનોના પ્રવાસ સમયમાં 5 મિનિટથી લઈને 40 મિનિટ સુધીનો ઘટાડો કરવામાં આવ્યો છે.

પશ્વિમ રેલવેના સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદ મંડલથી પસાર થતી કુલ 85 ટ્રેનોની ગતિ વધારવામાં આવી છે. સાથે સાથે 23 ટ્રેનોના પ્રવાસ સમયમાં 5 મિનિટથી લઈને 40 મિનિટ સુધીનો ઘટાડો કરવામાં આવ્યો છે. ટ્રેનોની ગતિ વધારવાના પરિણામે મુસાફરીના કુલ સમયગાળામાં ઘટાડો થયો છે, જેનો સીધો લાભ પ્રવાસીઓને મળશે અને તેઓ પોતાના ગંતવ્ય પર અગાઉ કરતાં ઓછા સમયમાં પહોંચી શકશે. આ ઉપરાંત વિવિધ સ્ટેશનો પર કુલ 110 ટ્રેનોનો સમય પ્રીપોન કરવામાં આવ્યો છે, જેમાં આ ટ્રેનો પોતાના પહેલાના સમય કરતાં 5 મિનિટથી લઈને 40 મિનિટ સુધી વહેલી આવશે. જ્યારે બીજી તરફ 57 ટ્રેનોનો સમય પોસ્ટપોન કરવામાં આવ્યો છે, જેમાં આ ટ્રેનો પોતાના અગાઉના સમય કરતાં 5 મિનિટથી લઈને 45 મિનિટ સુધી મોડેથી આવશે.

અમદાવાદ રેલવે ડિવિઝનના અમદાવાદ, સાબરમતી, મહેસાણા, પાલનપુર, પાટણ, ભીલડી, ઊંઝા, સિદ્ધપુર, ગાંધીનગર, કલોલ, વિરમગામ, ગાંધીધામ, હિંમતનગર, હલવદ, ધ્રાંગધ્રા, સામખિયાળી, ભુજ સહિતના અનેક સ્ટેશનો પર ટ્રેનોના સમયમાં ફેરફાર થશે. પરિણામે કેટલીક ટ્રેનો તેમના વર્તમાન નિર્ધારિત સમય કરતાં વહેલી તો કેટલીક મોડેથી પહોંચશે.

જે ટ્રેનોના સમયમાં ફેરફાર કરાયો છે. જેમાં ટ્રેન નંબર 12932 અમદાવાદ–મુંબઈ સેન્ટ્રલ એસી ડબલ ડેકર એક્સપ્રેસ હવે અમદાવાદથી સવારે 05.50ના બદલે 05.45 વાગ્યે પ્રસ્થાન કરશે. જ્યારે ટ્રેન નંબર 22962 અમદાવાદ–મુંબઈ સેન્ટ્રલ વંદે ભારત એક્સપ્રેસ અમદાવાદથી સવારે 06.10ના બદલે 06.05 વાગ્યે પ્રસ્થાન કરશે. ટ્રેન નંબર 19316 આસારવા–ઇંદોર વીરભૂમિ એક્સપ્રેસ આસારવાથી બપોરે 14.25ના બદલે 14.10 વાગ્યે પ્રસ્થાન કરશે. તેમજ ટ્રેન નંબર 12982 આસારવા–જયપુર એક્સપ્રેસ આસારવાથી રાત્રે 20.00ના બદલે 19.55 વાગ્યે પ્રસ્થાન કરશે. ટ્રેન નંબર 69249 સાબરમતી–કાટોસન રોડ મેમૂ સાબરમતીથી સવારે 06.45ના બદલે 06.30 વાગ્યે પ્રસ્થાન કરશે. ટ્રેન નંબર 79435 સાબરમતી–પાટણ ડેમૂ સાબરમતીથી સવારે 09.05ના બદલે 09.00 વાગ્યે પ્રસ્થાન કરશે. ટ્રેન નંબર 20492 સાબરમતી–જૈસલમેર એક્સપ્રેસ સાબરમતીથી રાત્રે 22.15ના બદલે 22.05 વાગ્યે પ્રસ્થાન કરશે.

આ ઉપરાંત ટ્રેન નંબર 15270 સાબરમતી–મુઝફ્ફરપુર જનસાધારણ એક્સપ્રેસ સાબરમતીથી સાંજે 18.10ના બદલે 17.55 વાગ્યે પ્રસ્થાન કરશે. ટ્રેન નંબર 79433 સાબરમતી–પાટણ ડેમૂ સાબરમતીથી સાંજે 18.20ના બદલે 18.05 વાગ્યે પ્રસ્થાન કરશે. ટ્રેન નંબર 69207 ગાંધીનગર કેપિટલ–વારેઠા મેમૂ ગાંધીનગર કેપિટલથી સાંજે 18.00ના બદલે 17.50 વાગ્યે પ્રસ્થાન કરશે. ટ્રેન નંબર 19119 ગાંધીનગર કેપિટલ–વેરાવળ એક્સપ્રેસ ગાંધીનગર કેપિટલથી સવારે 10.25ના બદલે 10.20 વાગ્યે પ્રસ્થાન કરશે.તેમજ  ટ્રેન નંબર 19411 ગાંધીનગર કેપિટલ–દૌલતપુર ચોક એક્સપ્રેસ ગાંધીનગર કેપિટલથી સવારે 10.05ના બદલે 10.00 વાગ્યે પ્રસ્થાન કરશે. ટ્રેન નંબર 22484 ગાંધીધામ–ભગત કી કોઠી એક્સપ્રેસ ગાંધીધામથી રાત્રે 21.40ના બદલે 21.30 વાગ્યે પ્રસ્થાન કરશે. જ્યારે ટ્રેન નંબર 14894 પાલનપુર–જોધપુર એક્સપ્રેસ પાલનપુરથી સવારે 04.35ના બદલે 04.30 વાગ્યે પ્રસ્થાન કરશે. અને ટ્રેન નંબર 82902 અમદાવાદ–મુંબઈ સેન્ટ્રલ તેજસ એક્સપ્રેસ અમદાવાદથી સવારે 06.40ના બદલે 06.35 વાગ્યે પ્રસ્થાન કરશે. વધુ માહિતી માટે રેલવે પૂછપરછ કેન્દ્રનો સંપર્ક સાધવા જણાવાયું છે.

Exit mobile version