Site icon Revoi.in

NIAએ, દિલ્હી વિસ્ફોટમાં સંડોવાયેલા વધુ ચાર મુખ્ય આરોપીઓની ધરપકડ કરી

Social Share

નવી દિલ્હી: રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) એ દિલ્હી લાલ કિલ્લા આતંકવાદી ઘટનામાં સંડોવાયેલા વધુ ચાર મુખ્યઆરોપીઓની ધરપકડ કરી છે. તપાસ એજન્સીએજણાવાયું છે કે જિલ્લા સત્ર ન્યાયાધીશ, પટિયાલા હાઉસ કોર્ટના પ્રોડક્શન ઓર્ડર પર, એજન્સી દ્વારા ચાર આરોપીઓને શ્રીનગર, જમ્મુ અને કાશ્મીરથી કસ્ટડીમાં લીધેલા આરોપીઓની ઓળખ જમ્મુ અને કાશ્મીરના ડૉ. મુઝમ્મિલ શકીલ ગનાઈ, ડૉ. અદીલ અહેમદ રાથેર અને મુફ્તી ઇરફાન અહમદ વાગે અને ઉત્તર પ્રદેશનાડૉ. શાહીન સઈદ તરીકે કરી છે.

એજન્સીએ વધુમાં માહિતી આપી હતી કે આ ધરપકડો સાથે, કેસમાં ધરપકડનીકુલ સંખ્યા છ થઈ ગઈ છે. અગાઉ ધરપકડ કરાયેલા આરોપીઓની પૂછપરછ ચાલુ છે. આ કેસમાં આતંકવાદ વિરોધી એજન્સી, હત્યાકાંડમાંસામેલ આતંકવાદી મોડ્યુલના દરેક સભ્યને શોધી કાઢવા અને ધરપકડ કરવા માટે વિવિધ રાજ્યપોલીસ દળો સાથે કામ કરી રહી છે.

Exit mobile version