Site icon Revoi.in

અરબી સમુદ્ર ડૂબેલા જહાજના નવ ખલાસીને બચાવ્યા

Social Share

ભારતીય તટરક્ષક દળે ઉત્તર અરબી સમુદ્રમાં ડૂબી ગયેલા ભારતીય જહાજ MSV તાજ ધરે હરામમાંથી નવ ક્રૂ સભ્યોને સફળતાપૂર્વક બચાવ્યા હતા. આ બચાવ અભિયાન મુંબઈ, ભારત અને પાકિસ્તાનના કરાચીથી સંયુક્ત રીતે કરવામાં આવ્યું હતું. મુંદ્રાથી રવાના થયેલું જહાજ યમનના સોકોત્રા તરફ જતું હતું, આ જહાજ 26મીના રોજ સમુદ્રમાં આવેલા તોફાનને કારણે ડૂબી ગયું હતું.

ડૂબી ગયેલા જહાજના ક્રુ સભ્યો દ્વારા દરિયામાં અન્ય જહાજોમાં આશરો લીધો હતો. આ તમામને બચાવીને કોસ્ટ ગાર્ડ ગુજરાતના પોરબંદર હાર્બર ખાતે લવાયા હતા.