1. Home
  2. ગુજરાતી
  3. Nail Manicure માટે હવે પાર્લરમાં જવાની જરૂર નથી,આ આસાન ઉપાયોથી ઘરે બેઠા જ મેળવો સુંદર નખ
Nail Manicure માટે હવે પાર્લરમાં જવાની જરૂર નથી,આ આસાન ઉપાયોથી ઘરે બેઠા જ મેળવો સુંદર નખ

Nail Manicure માટે હવે પાર્લરમાં જવાની જરૂર નથી,આ આસાન ઉપાયોથી ઘરે બેઠા જ મેળવો સુંદર નખ

0
Social Share

દરેક સ્ત્રીને લાંબા અને સુંદર નખ ગમે છે. જ્યારે તમે કોઈની સાથે મુલાકાત કરો છો, જ્યારે તમે હાથ મિલાવો છો, ત્યારે લોકોનું ધ્યાન તમારા હાથ પર જાય છે, તેથી નખ અને હાથની પણ ચહેરાની જેમ કાળજી લેવાની જરૂર છે. પરંતુ રોજબરોજના વ્યસ્ત શેડ્યૂલને કારણે આપણે તેમને ભૂલી જવાનું વલણ રાખીએ છીએ – જેના કારણે હાથ સૂકા, ખરબચડા અને ખરાબ લાગવા માંડે છે. દરરોજ પાર્લરમાં જઈને મેનીક્યોર કરાવવાનું પણ મોંઘું પડે છે, તો શા માટે ઘરે જ મેનીક્યોર ન કરવું. અહીં કેટલીક સરળ સ્ટેપ બાય સ્ટેપ ગાઈડ આપવામાં આવી છે જેનાથી તમે ઘરે જ સરળતાથી મેનીક્યોર કરી શકશો અને તમારા હાથ કોઈ સેલિબ્રિટીથી ઓછા નહીં લાગે.

નખને કરો સાફ

હાથ તથા નખની સાળસંભાળ કરવા માટે, સૌ પ્રથમ તમારા હાથના નખને સારા આકારમાં કાપો અને નેઇલ પોલિશ રિમૂવરથી સાફ કરો.

હોમમેઇડ સ્ક્રબથી કરો મસાજ

પછી પાણીને થોડું ગરમ કરો અને તમારા હાથને તેમાં 5 મિનિટ માટે પલાળી રાખો. હવે દહીં અને ચણાનો લોટ મિક્સ કરીને પેસ્ટ તૈયાર કરો.હવે આ પેસ્ટને હળવા હાથે મસાજ કરતા-કરતા હાથ પર લગાવો.

શેમ્પૂ અને ગરમ પાણીનો કરો ઉપયોગ

હવે ગરમ પાણીમાં કોઈપણ સામાન્ય શેમ્પૂ અથવા બેબી શેમ્પૂ મિક્સ કરો. તેમાં તમારા હાથને 10 મિનિટ સુધી પલાળી રાખો. બ્રશની મદદથી તમારા નખને સારી રીતે સ્ક્રબ કરો અને સ્વચ્છ પાણીથી ધોઈ લો.

હાથને મોઇશ્ચરાઇઝ કરો

હવે હાથ માટે સારું મોઇશ્ચરાઇઝર પસંદ કરો.તમારા હાથને ઊંડાણપૂર્વક મોઇશ્ચરાઇઝ કરવા માટે જાડા મોઇશ્ચરાઇઝરનો ઉપયોગ કરો.તમારી આંગળીઓ અને તમારા નખની આસપાસના વિસ્તાર પર ખાસ ધ્યાન આપો.

નેઇલ પોલીશનું પાતળું પડ લગાવો

બેઝ કોટ તરીકે પારદર્શક નેઇલ પોલીશનો ઉપયોગ કરો.તમારી નેલ પોલીશને તેજસ્વી રંગ આપવા માટે તમે બેઝ કોટ તરીકે સફેદ નેઇલ પોલીશનો પણ ઉપયોગ કરી શકો છો.તે તમારી નેઇલ પોલીશ સારી રીતે ચોંટી જવા માટે મદદ કરે છે.બેઝ કોટને સૂકવ્યા પછી હવે તમે તમારા મનપસંદ રંગની નેલ પોલીશ લગાવી શકો છો.

બસ થઈ ગયું ઘરે બેઠા-બેઠા મેનીક્યોર

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code